Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 19
________________ ૨. ગેડિયા કામે લાગ્યા-૧ “હાંઉ કરતુંકને ભૂતડું પેઠું જમીનમાં ઊંડેથી ખેંચી લાવ્યું ત્રણ મૂળિયાં. “લો મહેરબાન, આ ત્રણ. એક ખાશો કે ચૂંક બંધ! ગમે તે રોગ મટાડી દે!” ઇવાને ત્રણને છૂટાં પાડી એક મૂક્યું માં. પેટમાં પહોંચ્યું કે ચૂંક બંધ! ઇવાન રાજી રાજી. ભૂતડું કહે, “બાપલા, હવે તો છોડશેને?” ઇવાન કહે, “હા, નિરાંતે જા; ભગવાન તારું ભલું કરે!” પણ બાપરે! ભગવાનનું નામ? સાંભળતાં જ ભૂતડું દાઝવા માંડયું. “હાયરે!” “હાયરે!’ કરતું પેઠું જમીનમાં. જાણે પાણીમાં મોટો પહાણો પડ્યો! જમીન ફાટી ને પડ્યું મોટું ભગદાળું. આ ઇવાને બાકીનાં બે મૂળિયાં મૂક્યાં ટોપામાં. ટોપ માથે પહેરીને માંડ્યો ખેડવા. આખું પૂરું કરીને ઘેર પહોંચ્યો. ઘરે સાઇમનભાઈ જોર સાથે જમવા બેઠેલા. તેમની જાગીર રાજાને ક્બજે અને પોતે માંડ જેલમાંથી ભાગેલા. ઇવાનને કહે, “નવી નોકરી શોંધું ત્યાં લગી તારે ઘેર ધામા! હું ને મારી બૈયર બંને !” ભલે, ભલે, મોટાભાઈ! તમ-તમારે નિરાંતે રહેજોને!” આમ કહી ઇવાન પણ સાથે જમવા બેઠો. તરત સાઈમનની બૈરી નાક દાબતી ઊભી થઈ ગઈ. “આ ગંધાતા ખેડૂત સાથે બેસીને શું જમાય?” સાઇમને ઇવાનને કહ્યું, “મારી લેડીથી તારા પરસેવાની ગંધ ખમાતી નથી; તું બહાર બેસીને જમ!” ઇવાને કહ્યું, “બહુ સારું. આમેય મારે રાતે ઘોડીને ચરાવવા ખેતરે જાવું જ છે, તે અત્યારથી જ રોટલા બાંધીને થાઉં ચાલત!” ગ0- ૨

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50