Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૧. મારે એ બગાડી નાખે! ૧૩ ઇવાને હસીને જવાબ આપ્યો – “ભાઈ, લઈ જાઓને તમ-તમારે. મારે ખૂટશે તો ઘણુંય પક્વી લઈશ!” તરાસે ગાડાં ભરીને દાણા, તથા મોટા ઘેડાને શહેર ભેગા કર્યા. ઇવાન પાસે બાકી રહી એક બુઠ્ઠી ઘડી અને બુઠ્ઠાં મા-બાપ. એમને કોણ માગી જવાનું હતું! બુટ્ટા સેતાનના પેટમાં ચૂંક ઊપડી : “મિલકત વહેંચવાની બાબતમાંય ભાઈઓ લડી ન મરે અને બધું શાંતિથી પતી જાય, એ વળી કેવું? એમાં મારી શી આબરૂ રહી? મારું માં તે “કાળું' જ ને?” તરત યાદ ક્ય ત્રણ ગોઠિયાઓને. નાખી ત્રાડ– “મા”ળા બબૂચકો! ઓલ્યા ત્રણ ભાઈ – સાઇમન – તરાસ અને ઇવાન મિલકત વહેચતાંય લડ્યા નહિ અને સલામત સૌ-સૌને ઘેર પહોંચ્યા, એ વળી કેવું? તો પછી આપણે બધા છીએ શા માટે? પેલા ઇવાન ગમારે જ મારો ખેલ બગાડયો છે! પણ હવે બાંધો કેડ, ને લડાવી મારો ત્રણેયને એવા કે એકબીજાની આંખે ખેંચી કાઢવા જ વહેલા થાય ! બોલો, છે હિંમત? આ ત્રણેય બોલી ઊઠયા : “એ, એના તે શા ભાર ! હમણાં પતલું જાણો!” “પણ તમે શું કરશે, એ તે કહો!” જુઓ સરદાર, પહેલાં તે અમે તે ત્રણેયને પાયમાલ કરી નાખીશું. પછી જ્યારે દરેકની પાસે ખાવાને દાણાય નહીં રહે, ત્યારે તે ત્રણેયને બાપને ઘેર ભેગા કરીશું; પછી જોજો મજા – કેવા એકબીજાને કરડવા તડે છે !' “ખરી વાત! તમે કામ બરાબર સમજતા લાગે છે. માણસ ભૂખે મરતો થાય ત્યારે જ હેવાન બને. જ્યાં સુધી છાકમછોળ હોય, ત્યાં સુધી શા માટે લડે-ઝઘડે? બસ, તે જાઓ, કરો ફત્તેહ! પણ જો

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50