Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 10
________________ અથડામણમાં આવવું પડ્યું. અત્યારે ભારત ચારે બાજુથી પરદેશી દુશ્મન-સત્તાઓ વડે ઘેરાયેલું છે અને તેમની હરીફાઈમાં તેને લશ્કરી ખર્ચ ગજા ઉપરાંત કર્યા કરવું પડે છે. તેમાંથી કયારે ભડાકો થશે એ કોઈ કહી શકે તેમ નથી; અને એ ભડાકો હવે પાછો આયુદ્ધનો હશે એ જ યાદ રાખવાનું છે. કારણકે, અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનને અણુ-તાકાતથી સજજ કરી રહ્યાં છે. પરંતુ આખા દેશને ચરખાની સંસ્કૃતિને માર્ગે વાળવાનું કામ હવે કોઈ સામાન્ય રાજકીય નેતાના બરનું રહ્યું નથી. તેને માટે તો વિરલ નૈતિક-આધ્યાત્મિક બળવાળો ‘મહાત્મા’ જોઈએ. તે કઈ મહાપુરુષ ભારતમાં જ પેદા થાય તો નવાઈ નહિ! કારણકે ગોરાઓના વિશ્વવ્યાપી શરાબળ આધારિત સામ્રાજ્ય સામે અહિંસા-સત્યાગ્રહનું સંસ્કૃતિ-બળ લઈને ઝૂઝનાર અને વિજયી નીવડનાર પુરુષ ભારતમાં જ પ્રગટ થયો હિતોને! ટૉલ્સ્ટોયની તે શકવર્તી પરીકથાના વસ્તુને આજના સંદર્ભમાં ફરી યાદ કરી જઈએ તો સારું, એમ વિચારી, એ પરીકથાનો પરિવાર સંસ્થાએ અ૫નાવેલ બૃહત્ સંક્ષેપની રીતે ભાવાનુવાદ, ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ કરવાનું ઉચિત માન્યું છે. પરિવાર સંસ્થાની અનુવાદની એ પદ્ધતિ વિશ્વની બીજી ઘણી મહાન નવલકથાઓને અત્યારના ગુજરાતી વાચકને માફક આવે તે સ્વરૂપે ગુજરાતીમાં ઉતારવામાં સફળ નીવડી છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50