Book Title: Gamar Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust View full book textPage 8
________________ ઉપદેશ – આચરણથી સાચી ધર્મભાવનાને જાગ્રત કરી આપી. પરંતુ પાંચમા શીખગુરુને તપાવેલા લોખંડના તવા ઉપર શેકીને, નવમા શીખગુરુનું માથું કાપી નાખીને અને દસમા શીખગુરુના બંને પુત્રોને જીવતા ભીંતમાં ચણી લઈને શીખગુરુઓને ખતમ કરવામાં આવ્યા. પછી આવ્યો, બંદૂક અને દારૂગોળાની મદદથી આખી દુનિયા ઉપર ફરી વળેલા ધર્મભ્રષ્ટ, નીતિભ્રષ્ટ ગોરાઓનો યુગ. તેમણે ન્યાયનીતિ-ઈશ્વર બધાંને કરાણે મૂકી, ઠેરઠેર જુદી જુદી પ્રજાઓ ઉપર હકૂમત જમાવીને કે તેમનું નિકંદન કાઢીને પોતાની વિજ્ઞાન-ટેકનોલોજીની આસુરી ભોગેશ્વર્ય-સંસ્કૃતિ પ્રવર્તિત કરી. તે વખતે અધોગતિ પામેલી ભારતની પ્રજા પણ, મુસલમાનોના વખતમાં કર્યું હતું તેમ, નીચી મૂંડીએ ગોરાઓની ભાષા અને સંસ્કૃતિ અપનાવીને તેમની સેવા-ભક્તિમાં લાગી ગઈ. ગોરાઓની હકૂમત હેઠળ ભારતની પ્રજાની થયેલી એ આર્થિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક અધોગતિ અને અવનતિથી અકળાઈ ઊઠેલા ગાંધીજીએ ગોરાઓના પશુબળ સામે આત્મશુદ્ધિમૂલક અહિંસા-સત્યાગ્રહનું આધ્યાત્મિક બળ પ્રજામાં પ્રગટાવીને ગોરાઓના પશુબળને માત કર્યું અને ભારતને આઝાદી અપાવી. પણ સદા બને છે તેમ, તેમને તેમના જ દેશબંધુઓએ બંદૂકની ગોળીથી ઠાર કર્યા. પછી આઝાદ બનેલા ભારતની બાગદોર જવાહરલાલ નેહરુના હાથમાં આવતાં, તેમણે ગાંધી-મૂલ્યોને મિટાવી દઈ, પાછી ગરાઓની વિજ્ઞાન-ટેકનોલૉજી-મૂલક આસુરી ભેગૈશ્વર્ય-સંસ્કૃતિ ભારતમાં પ્રવર્તિત કરી. ગાંધીજી એ પાશ્ચાત્ય ભોગશ્વર્ય-સંસ્કૃતિના કટ્ટર વિરોધી હતા; કારણકે, તેમાં અંતે પશુબળ ઉપર મુસ્તાક બની, લાખની રોજી-રોટી એકહથ્થ કરી લઈ, થોડાક લોકોને જ તવંગર અને બાકીના બધાને ભૂખે મરતા ગુલામ બનાવવાપણું; તથા બીજી તેવી જ પશુબળ ઉપર મુસ્તાક પરદેશી તાકાત સાથે હરીફાઈમાં ઊતરવાપણું અને અથડામણમાં આવવાપણું રહેલું છે, એમ તે સ્પષ્ટ જોઈ ગયા હતા.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50