Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ોંધ. જેના સ્મર્ણાર્થે આ ગ્રન્થ પ્રગટ થયું છે, તે એક પરમાર્થીક બાઈ હતાં સુરતનાં વતની હતાં, પણ છેલ્લા ૫૦ વર્ષ તે તેમને મુંબઈમાં જ કાઢયાં હતાં. તેમને ભાગ્યે જ કોઈ જાણતું નહીં હોય. તેના પતિ શેઠ રતનચંદ લાઘા શેર બજારના મોટા વ્યાપારી હતા, જેઓને ત્યાં જાણીતા નર રત્ન શેઠ પ્રેમચંદ રાયચંદ પ્રથમ મુંબઈ આવ્યા ત્યારે ધંધો શીખવા રહ્યા હતા. બાઈનું નામ રળીયાત હતું, પણ શેઠ રતનચંદે બીજી વખત લગ્ન કર્યું હેવાથી ) નવીબાઈ–નવીકાકીના નામથી જાણીતાં હતાં. કર્મને નાની વયે વિધવાપણું પ્રાપ્ત થયું હતું. દ્રવ્ય શક્તિ સારી હતી (કેટલાંક મકાને હતાં) પણ ઓરમાન પુત્રએ ગુમાવી દીધું હતું, પણ આ બાઈની શરૂઆતથી શરૂ થયેલ પરોપકાર વૃતિ, સાધુ ભક્તિ, સાધ ભક્તિ, છેવટ સુધી તેને તેવી જ રહી હતી. લગભગ ૭૦ વર્ષની ઉંમર થઇ હતી, તોપણ ધર્મક્રિયામાં રક્ત હતાં અને સમુદાયનું ઉપરીપણું ભોગવતાં હતાં. માંદા માણસની ચાકરી કરવામાં તે તેઓ અજબજ હતાં. ન્યાત જાતને વિચાર કર્યા વીના દુઃખીને બનતી મદદ કરતાં અને કરાવતાં. તેઓના સ્નેહીઓમાં શેઠ ચુનીલાલ બલાખીદાસ, (પાટણવાળા), શેઠ મગનલાલ કંકુચંદ, ( વીજપુરવાળા ) શેઠ દેવકરણ મુળજી, ( વણથલીવાલા)એ ગૃહસ્થો મુખ્ય હતા. જોડે રહેતા હતા, તેઓ અને તેઓના કુટુંબીઓ તેમને માતા બરાબર વિનય કરતા. ખરેખર તેઓને પ્રેમ પણ આ કુટુંબ ઉપર અત્યંત હતા, નિઃસ્વાર્થી હતું, જેને લીધે તેઓ પરમાથે કાર્ય માટે જે કંઈ હુકમ કરતાં તે આ ગૃહસ્થો વગર ઢીલે બજાવતા. ગરીબ જેને ઉપર દયાની લાગણી તે અજબ હતી. કોઈ દુઃખી તેમની પાસેથી શાંત થયા વિના જ નહીં. હું પણ શુભ કાર્યોમાં જોડાવાને જે કંઈ પણ પ્રેરાય હે ઉં તે તેઓ જ કારણિક છે. કેમકે બાળવયે મળેલ માતાને બોધ અપૂર્વ શ્રદ્ધા અને ધર્મ બળ પેદા કરાવે છે. હમે તેમને મા કહીને જ બોલાવતા, જે સ્ત્રીઓ તેઓના સમાગમમાં આવી છે તે તે તેમના ગુણો પ્રમાણે ધર્મ કાર્ય અને પરમાર્થ કાર્યમાં જોડાયાં હશે. પણ સ્ત્રી વર્ગને અહોનિશ ઉપયોગી તેવા આ ગ્રન્થ જોડે તેઓનું સ્મરણ એવા ઈરાદા પૂર્વક જોડવામાં આવ્યું છે કે દરેક સ્ત્રીએ તે તે પ્રકારે ગુણે સંપાદાન કરે અને શ્રાવિકા ધર્મ દીપાવે. છેવટે તેઓના આત્માને શાંતિ ઈચ્છી વિરમું છું. લી ગુણાનુરાગી, લલુ કરમચંદ દલાલ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 114