________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
तम्हा निउणं निहालेडं, गच्छं सम्मग्गपट्ठिअं । વસિન્ન તત્વ આનાં, પોઞમા ! સંનદ્ મુળી છા मेढी आलंबणं खंभं, दिठ्ठी जाणं सुउत्तिमं । सूरी जं होइ गच्छस्स, तम्हा तं तु परिक्खए ॥८ ॥
तस्मान्निपुणं निभालय, गच्छं सन्मार्गप्रस्थितम् । वसेत्तत्र आजन्म गौतम ! संयतो मुनिः ॥७॥
मेथिरालम्बनं स्तम्भो दृष्टिर्यानं सूत्तमम् । सूरिर्यस्माद्भवति गच्छस्य तस्मात्तं तु (एव) परीक्षेत ॥८॥
મુહૂર્તમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારી રીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્માર્ગ પ્રતિષ્ઠિત હોય તેની અંદર જીવનપર્યન્ત વસવું. કેમકે જે સંયતસન્ક્રિયાવાન્ હોય તેજ મુનિ છે.
૮. ગચ્છની અંદર ઘણાં સાધુ અને સાધ્વીઓ હોય છે, તેથી તે બધાની પરીક્ષા કરી શકાય નહિ. આચાર્યની પરીક્ષા કરી હોય, તો પ્રાયઃ ગચ્છની પણ પરીક્ષા થઇ જાય, માટે પ્રથમ આચાર્યની પરીક્ષા કરવી.
આચાર્ય મહારાજ ગચ્છને માટે મેઢી, આલંબન, સ્તંભ, દ્રષ્ટિ, ઉત્તમ યાન સમાન છે. એટલે કે મેથી-(જે બંધથી પશુઓ મર્યાદાએ વર્તે તે) માં બંધાએલ પશુઓ જેમ મર્યાદામાં વર્તે છે, તેમ ગચ્છ પણ આચાર્યના બંધનથી મર્યાદાએ પ્રવર્તે છે. ખાડા આદિમાં પડતાં જેમ હસ્તાદિકનું આલંબન ધારી રાખે છે, તેમ સંસારરૂપ ગતિમાં પડતા ગચ્છને આચાર્ય ધારી રાખે છે. જેમ સ્તંભ પ્રાસાદનો આધાર છે, તેમ આચાર્ય પણ ગચ્છરૂપ પ્રસાદનો આધાર છે. જેમ દ્રષ્ટિ શુભાશુભ વસ્તુ જીવને બતાવનાર છે, તેમ આચાર્ય પણ ગચ્છને ભાવિ શુભાશુભ બતાવનાર છે. જેમ છિદ્રવિનાનું ઉત્તમ યાન (વહાણ) જીવોને સમુદ્રતીરે પહોંચાડે છે, તેમ આચાર્ય પણ ગચ્છને સંસારના તીરે પહોંચાડે છે. માટે ગચ્છની પરીક્ષા કરવા ઇચ્છનારાએ પ્રથમ આચાર્યની જ પરીક્ષા કરવી. એ માટે પ્રશ્ન કરે છે કે