________________
MKARANNANANAKIMIMISANDHARANAMITIMINTAMMISANATARUHAREMIAMIMI
નારચન્દ્રમાં કહ્યું છે કે કેવલ અસ્તશુદ્ધિની જરૂર છે, પણ અસ્તશુદ્ધિ હોવી જ જોઈએ એ કાંઈ નિયમ નથી, માત્ર સ્ત્રીને અસ્તશુદ્ધિ જોઈએ.
ઉદયપ્રભ સૂરિ કહે છે કે–પ્રતિષ્ઠા અને દીક્ષામાં અસ્તશુદ્ધિ હોવી જોઈએ એવો આગ્રહ નથી, જ્યારે હરિભદ્ર સૂરિ તે કહે છે કે વ્રત અને પ્રતિષ્ઠામાં ઉદય અને અસ્તની શુદ્ધિ વગરનું લગ્ન પણ કેટલાક આચાર્યો શુભ માને છે. આ મત ઘણાને અમ્મત છે.
અસ્તશુદ્ધિને પ્રસંગ હોવાથી ગ્રહની અસ્તદશા પણ વિચાર્યું છે. સૂર્યના ૧૨-૧૭–૧૩-૧૧-૯ અને ૧૪ ત્રિશાંશ મધ્યે ચન્દ્રાદિ ગ્રહ અસ્ત પામે છે, અને સૂર્ય રાત્રિના ચાર પહોર આથમે છે. અહીં સૂર્યાસ્ત હોય તે દીક્ષા અને પ્રતિષ્ઠા વર્યું છે. સૂર્યના કિરણમાં ચન્દ્ર અસ્ત પામે તે દિવસો પણ શુભ કાર્યમાં વર્જ્ય છે અને ચન્દ્ર નિર્બળ હોય તો તારાબળથી કામ ચાલે છે.
ગુરૂ અને શુક્રને અસ્ત હોય તો લગ્ન અશુભ છે, કેમકે ગુરૂ-શુકના અસ્તમાં વિવાહ કરવાથી પુરૂષ અને સ્ત્રીનું મૃત્યુ થાય છે.
जीणः शक्रोऽहानि पञ्च प्रतीच्यां प्राच्यां याल स्त्रीण्यहानि स हेय: त्रिघ्नान्येवं तानि दिग्वैपरीत्ये, पक्षं जीवोऽन्ये तु सप्ताहमाहुः ॥१॥
અર્થ_“શુક પશ્ચિમમાં પાંચ દિવસ વૃદ્ધ હોય છે, અને પૂર્વમાં ત્રણ દિવસ બાળક હોય છે તેથી વિપરીત ઉદયામાં ત્રણ ગુણી અવસ્થા હોય છે. એટલે શુક પૂર્વમાં પંદર દિવસ વૃદ્ધ અને પશ્ચિમમાં નવ દિવસ બાળક હોય છે. તે બળ અને વૃદ્ધ શુક પ્રતિષ્ઠા ઉદ્યાપન વિગેરે સમસ્ત શુભ કાર્યમાં વર્જ. તથા ગુરૂ પંદર દિવસ બાળક અને પંદર દિવસ વૃદ્ધ રહે છે, તેને શુભ કાર્યમાં ત્યાગ કરે. કેટલાક તે ગુરૂ અને શુક્રના બાળક અને વૃદ્ધપણાના સાત સાત દિવસ કહે છે.” - ૧
અન્ય સ્થાને બાળક ગુરૂના ત્રણ દિવસ અને વૃક્ષ ગુરૂના પાંચ દિવસ વર્ષ કહ્યા છે. ઉદયપ્રભસૂરિના મત પ્રમાણે અસ્તદિન સાથે ગણતાં ગુરૂના દિન દ૨, શુક્રના દિન ૧૩ અને પૂર્યાસ્ત શુક્રના દિન ૧૦૧ શુભ કાર્યમાં ત્યાજ્ય છે.
દીક્ષામાં બળવાન શુકને અશુભ માને છે, તેથી શુક્રાસ્તમાં કે શુકના નિર્બળપણમાં દીક્ષા દેવી શુભકાસ્ક છે.
તથા સારંગ કહે છે કે ––ગુરુ અથવા શુક્ર અસ્ત પામે, અને તેજ કાળે જે બુધને ઉદય થાય, તો આવા વખતમાં વિવાહિત થયેલ કન્યા આઠ પુત્રની માતા થાય છે. અસ્ત પામેલે બુધ શુભ કાર્યમાં મધ્યમાં ફળવાળે છે.
૧૨૨