________________
== (ર૭) શનિ કંકણુ --*
શનિકંકણ શનિની આંગળી નીચેજ આવેલું હોય છે. પણ આ કંકણું હાથની અંદર સારુ ગણતું નથી. આ રેખાવાળા મનુષ્ય અસ્થિર વિચારના, વારંવાર નોકરી કે ધંધો બદલનારા, કોઈપણ કાર્યો પૂરાં ન કરવાવાળા અને ઘણીવાર ગુનાહિત કાર્યો કરવાવાળા થાય છે અને જે હાથમાં અશુભ નિશાની હોય તે આવા લેકને જેલમાં જવાના રોગ પણ આવે છે.
% (૨૮) આંગળીઓ વચ્ચેનું અંતર છે આંગળીઓ વચ્ચેના અંતરથી પણ મનુષ્યને સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે. જે અંગુઠે અને ગુરુની આંગળી વચ્ચેનું અંતર વિશાળ હોય તે મનુષ્ય ઉદાર સ્વભાવને, સ્વતંત્ર અને સ્વછંદી થાય છે. આ લોકે કેઈનો પણ કાબું સહન કરી શકતા નથી. આવા લોકો બીજાને પરાધીન કે પરવશ બનતા નથી. જે ગુરુ અને અંગુઠા વચ્ચે ઓછી જગ્યા રહેતી હોય, અંગુઠે અક્કડ કે ન વળતો હોય તે આવા લોકો સંકુચિત વિચારના, કંજુસ, સ્વભાવના, હેમીલા અને બીજાના વિશ્વાસે ચાલનારા હોય છે અને ઘણીવાર અતિગુસ્સામાં આવી ન કરવાનું પણ કરી બેસે છે.
ગુરૂની આંગળી અને શનિની આંગળી વચ્ચે અંતર વધારે હોય તે એ લોકો સ્વતંત્ર વિચારના, બીજાના વિચારમાં ન ખોવાઈ જતાં, પોતાના અભિપ્રાય ઉપર મુસ્તાક રહે છે.
સૂર્ય અને શનિની આંગળી વચ્ચે વધારે અંતર હોય તો તેઓ સ્વતંત્ર વિચારના અને પિતાના ભવિષ્ય માટે બેદરકાર રહે છે.
સૂર્ય અને બુધની આંગળી વચ્ચે અંતર વધારે હોય તે આ લેકે સારું કર્તવ્ય કરનારા અને ઉત્સાહી બને છે. પણ જે ઓછું અંતર હોય તે પરાધીન જીવન જીવવાવાળા, જુના રિતરીવાજે ને માનનારા અને જડ ભરત જેવા હોય છે.
BASIESENESTERIETIESE SE SENSES ADRESSESESPEZIENSWESELESESERSLASESBY
४८२