________________
BARMANIRDISERERASASALAHASSAN SaladaBasarabanaka ITHANTHINEINTE
અર્થ–બુધવારે એકમ ને ત્રિજ, શનિવારે અને રવિવારે સાતમ, ગુરૂવારે છઠ્ઠ, તથા શુક્રવારે બીજ હોય તે સંવર્તક યોગ થાય છે.” ૧
જોતિષ હરમાં કહ્યું છે કે–સોમવારે સાતમકે તેરશ, ભમવારે ચૌદશ ગુરૂવારે નામ, શુકવારે ત્રીજ, અને શનિવારે પાંચમ હોય તે પણ સંવર્તક એગ થાય છે. આ વેગ પણ અશુભ છે.
હવે તિથિના યોગનો પ્રસંગ હોવાથી બે ગાથા વડે ગંડાંતગ તથા તેનું ફળ કહે છે.
चरमाइम तिहिलग्गरिक्ख, मज्झेगअद्धदोघडिआ । तिदुसत्तंतरि मुत्तुं, पुणो पुणो तिविह गंडतं ॥४९॥ नठं न लब्भए अत्थ, अहिदह्रो न जीवइ ।
जाओ वि मरह पायं, पत्थिओ न निअत्तइ ॥५०॥ અર્થ_છેલાં અને પહેલાં તિથિ લગ્ન તથા નક્ષત્રની મથે અનુક્રમે એક અરધી તથા બે ઘડીને ગંડાંતાગ આવે છે. તથા તિથિ વિગેરેમાં અનુક્રમે ત્રણ રણ, બલ્બ, અને સાત સાતને આંતરે બબેની વચ્ચે પણ તેટલાજ પ્રમાણુવાળે ગંડાંગ આવે છે. આ રોગમાં નાશ પામેલ વસ્તુ ફરી મળતી નથી, સપથી સાચે જીવતે નથી, જન્મેલ પ્રાયઃ જીવતું નથી અને પરદેશ જનાર પાછો આવતું નથી.
વિવેચન-ગંડાંતોગ, તિથિગડાંત, લગ્નગડાંત અને નક્ષત્રગડાંત એમ ત્રણ પ્રકારે છે. તે તિથિ વિગેરેમાં ત્રીજે ત્રીજે ભાગે બબ્બેના આંતરાની સંધિમાં આવે છે જેમકે-તિથિ પંદર છે, તેને ત્રીજે ત્રીજે ભાગે પાંચમ, દશમ અને પૂર્ણિમા છે; તો પાંચમ અને છઠ્ઠ, દશમ અને અગીયારસ તથા પુનમ અને એકમની સંધિમાં તિથિગંડાંતગ આવે છે. આવી જ રીતે લગ્ન અને નક્ષત્રમાં પણ ત્રીજે ત્રીજે ભાગે સમજવાનું છે. આજ વાતનું સ્પષ્ટીકરણ કરતાં મૂળ ગાથામાં કહ્યું છે કે છેલ્લી તિથિ પુનમ કે અમાસની અંતની ત્રીશ પળ અને પહેલી તિથિ એમની આદિની ત્રીશ પણ, એમ સંધિની સાઠ પળવાળી એક ઘડી ગંડાંતોગ છે. પછી ત્રણ ત્રણ તિથિનું આંતરૂ નાખતાં જે તિથિ આવે તે અને તેની પછીની તિથિના મધ્યમાં ગંડાંત આવે છે. તેથી એકમ પછી ત્રણ તિથિનું આંતરૂં નાંખતાં પાંચમ તિથિ આવે છે, તો પાંચમની અને છઠ્ઠની મધ્યની એક ઘડી ગંડાંગ છે. વળી છઠ્ઠથી ત્રણ તિથિનું આંતરૂં લેતાં દશમ અને અગીયારસની સંધિની એક ઘડી ગંડાંગ આવે છે.
૧૯૭