________________
kasama analarasambaNaRaRaNasasasasarakakasalalamana akasemanasan ત્યારે, વિદ્યારંભના દિવસે, રાત્રે, ત્રણે સંધ્યામાં, પર્વ દિવસે, ધર્મ મહોત્સવના દિવસે પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્ય કર્યા હોય તે દિવસે, જન્મ દિવસે જન્મ નક્ષત્રમાં, રિક્તા, અમાસ, પુનમ અને એકમ તિથિએ, ગત શૌર દિવસથી નવમે દિવસે, કૃત્તિકાદિ ચાર નક્ષત્રોમાં તથા લાગલગટ છે કૃત્તિકામાં, આઠ રેહિણીમાં, ત્રણ અનુરાધામાં, ચાર ઉત્તરામાં, પાંચ મધામાં અને એક મૂળમાં ક્ષર કરાવવું નહિં. વિશેષતા એટલી છે કે રાજાની આજ્ઞાથી, મૃત્યુના સૂતકમાં, કેદમાંથી છુટતાં, યજ્ઞમાં, સ્ત્રીના કાર્યમાં તીર્થમાં અને ત્રતાદિકમાં ક્ષીર કરાવવું હોય તો ઉપરોકત વાર નક્ષત્ર, નવમો દિવસ વિગેરે શુદ્ધિ જોવાની આવશ્યકતાજ નથી.
રાજાના ર માટે ઉદયપ્રભસૂરિ કહે છે કે-રાજાએ પાંચમે પાંચમે દિવસે, શુભ તારાએ, અને શુભ કાળારામાં મિશ્નકર્મ કરાવવું તથા નખ ઉતારવા માટે હરનાં નક્ષત્ર, રવિ સિવાયના વારે અને તે દરેકની હેરા શુભ છે. હવે કર્ણવેધ અને રાજાના દશનનાં નક્ષત્રો કહે છે--
મિન-sp-જુન પુર નિ–વ-strar, सवण-कर-सचित्ता सोहणा कण्णवेहे । વર-સવ-Sજુરા –પુર-રિડા , મિ-નિ-યુવ-વિજ વંર મૂવ ૨૦ણા
અથ–-કર્ણવેધમાં મૃગશર, અનુરાધા, પુનર્વસુ, પુષ્ય, જયેષ્ઠા, રેવતી, અશ્વિની, શ્રવણ, હસ્ત અને ચિત્રા નક્ષત્ર શુભ છે. તથા રાજાના દર્શનમાં હસ્ત, શ્રવણ, અનુરાધા, રેવતી, પુષ્ય, અશ્વિની, મૃગશર, ધનિષ્ઠા ધ્રુવ, અને ચિત્રા નક્ષત્રે સારાં છે.
વિવેચન–બાળકને કે મુનિરાજને કર્ણવેધ કરાવવો હોય ત્યારે જે મૃશગર, અનુરાધા પુનર્વસુ, પુષ્ય, જયેષ્ઠા, રેવતી, અશ્વિની, શ્રવણ, હસ્ત અને ચિત્રા નક્ષત્ર હોય તે શુભ છે. ઉદયપ્રભસૂરિ કર્ણવેધમાં ધનિષ્ઠા તથા ત્રણ ઉત્તરાનો અને મુહુર્ત ચિંતામણિકારરેહિણી, મુળ, શતભિષા, સ્વાતી તથા ત્રણ ઉત્તરા નક્ષત્રને પણ સ્વીકાર કરે છે. અહીં નક્ષત્રિોની શુદ્ધિ અતિ આવશ્યક માનેલ છે, પણ મુહુત ચિંતામણિમાં કહ્યું છે કે-જન્મના વિષમ વર્ષે, ચોમાસુ, ચૈત્ર પોષ અને જન્મમાસ સિવાયના માસમાં રિકતા સિવાયની વિષમ તિથિઓમાં, રવિ, સોમ, બુધ કે ગુરુવારને દિવસે તથા મિથુન, કન્યા, ધન, કુંભ અને મીન લગ્નમાં કર્ણવેધ કરાવવું જોઈએ, આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે કે–ૌમ્ય ગ્રહો ત્રીજા કે
૨૯૨