Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 184
________________ આવરણોનો ક્ષય આ જ શસ્ત્રના આધારે કરતા કરતા મુમુક્ષુ મુક્તિની મંઝિલે પહોંચે છે. જાગૃતિ સદાને માટે અવસ્થિત થઈ જાય એજ કૈવલ્ય છે. એવું થતાં પહેલા અભ્યાસ કરવો પડે, શુદ્ધ ઉપયોગમાં ટકી રહેવાનો અંતરંગ પુરૂષાર્થ કરવો પડે, એ સાધના જેનોમાં કાયોત્સર્ગના નામે ઓળખાય છે. દેહ અને મતિની જડતા દૂર થાય, તિતિક્ષા વધે. અનુપ્રેક્ષા બળવાન બને એકાગ્રતા અને ધ્યાનમાં પ્રગતિ આ કાયોત્સર્ગના ફળ છે. દેહની જડતા દૂર થતા સ્કૂર્તિ અનુભવાય, શિથિલિકરણ સહજ બને. મતિની જડતા મટતા બાહ્ય સમસ્યાઓના નિરાકરણ સરળ બને. ગ્રહણશક્તિ સમજશક્તિ વધે. તિતિક્ષા એટલે સુખદુઃખથી અપ્રભાવિત રહેવાની ક્ષમતા, ટેન્શન, ડિપ્રેશન જેવી સ્થિતિ ઉભી થવા ન પામે. અનુપ્રેક્ષા, તત્ત્વચિંતન જામતું જાય. ચિત્ત તત્ત્વભક્તિ બનતા ચિત્તધારાની ચંચળતા અને સંકલેશ ઓછા થતા જાય. આવું તત્ત્વવાસિત ચિત્ત સહજ રીતે એકાગ્ર રહી શકે, ધર્મ ધ્યાન સુગમ બને. આ કાયોત્સર્ગના આનુષંગિક ફળ છે. કાયોત્સર્ગનું પ્રમુખ ફળ આત્મવિશુદ્ધિ છે. ચિત્તને ક્ષોભ પમાડતી પ્રત્યેક પ્રવૃત્તિ પછી કાયોત્સર્ગ કરવાનું વિધાન શાસ્ત્રો કરે છે તેની પાછળ માત્ર કર્મ નિર્જરા જ નહિ પણ ઉપયોગની વિશુદ્ધિના પુનઃસ્થાપનનો હેતુ પણ છે. સાથે સાથે અનુભૂતિનો આસ્વાદ અને આફ્લાદ એ સાધકોને ભીતરથી ભરી દેતો હોય છે. શુદ્ધોપયોગમાં વિજાતીય તત્ત્વોને ચેતનામાંથી દૂર કરવાની શક્તિ છે. ઉપયોગને રાગાદિથી મુક્ત રાખવા માટે ઉપયોગ પર જ ઉપયોગ રાખવાનો છે. આ જ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં શુદ્ધોપયોગ, સંવર, ગુણિ, ભાવના, નિર્જરા સામાયિક છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ, સંલીનતા, કાયકલેશ, પ્રતિક્રમણ, ભેદજ્ઞાન, ચિત્તશુદ્ધિ અને આત્માનુભૂતિમાં ઉપકારક એવી અનેક ૧૬૫

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236