Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 231
________________ અભ્યાસ, ધ્યાનમાર્ગનું પરિજ્ઞાન અને પરિશીલન અત્યંત આવશ્યક છે. સર્વજ્ઞ વીતરાગ દેવો, પૂર્વાચાર્યો અને સદ્ગુરુઓ દ્વારા પ્રરૂપિત ધ્યાનમાર્ગ સુસ્પષ્ટ અને એક અબાધિત સત્ય છે. સંસ્કાર અને ભૂમિકા અનુસાર સાધક તેનું ક્રમશઃ સાચી શ્રદ્ધાપૂર્વક આરાધન કરે તો આ માર્ગે લક્ષ્ય સાધ્ય થઈ શકે છે. સંસારના અનેકવિધ પ્રપંચોથી અને પાપ-વ્યાપારોથી મુક્ત થવા ધ્યાન એ અમોઘ તરણોપાય છે. પોતે ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મોથી કે સંસારથી ભાગી છૂટીને નિવૃત્તિ લેવાની આ કોઈ નબળી વૃત્તિ છે તેમ ન માનવું. ધર્મવીરો આ માર્ગને આરાધે છે. સામાન્યતઃ સંસારી જીવો પળે પળે અનંત કર્મવર્ગણાઓને ગ્રહણ કરે છે. તે ક્રમને તોડવા ક્ષીણ વૃત્તિ થઈ શુભ અનુષ્ઠાનોનાં સેવન પછી, ચિત્તની સ્થિરતા થવાથી ધ્યાનની એકાદ પળ પણ ઘણી ઉપયોગી થાય છે. ધ્યાનની શુદ્ધ પળોમાં અનંત કર્મોની નિર્જરા થાય છે, તેથી આત્માને પરમસુખનો અનુભવ થાય છે. તે પછી તે સાધકને સંસારનાં દુર્લભ ગણાતાં કે મનાતાં સુખનાં સંયોગો અને સાધનો તુચ્છ લાગે છે. તેવા પદાર્થો પ્રત્યેની તન્મયતા છૂટી જાય છે અને વૈરાગ્યદશાનાઔદાસીન્યતાના ભાવો યથાપદવી પ્રગટતા રહે છે. માનવમાત્ર સુખની આકાંક્ષાએ જ પરિશ્રમ ઉઠાવે છે ને? ક્યાં સુધી? જન્મોજન્મથી વર્તમાનજન્મ પર્યત ઉઠાવતો આવ્યો છે, છતાં તેને નિરાબાધ સુખ કયારે પ્રાપ્ત થયું છે? અજ્ઞાનજન્ય મનોભૂમિકાએ આ પ્રશ્નનું સમાધાન થવું શક્ય નથી. મનની કોઈ કલ્પના દ્વારા સતુ. સુખના માર્ગસંબંધી પ્રત્યુત્તર મળવાની સંભાવના નથી, જેમ લીમડાના તીવ્ર રસનું એક જ ટીપું કડવું ઝેર જેવું લાગે છે, મુખને તે કડવાશથી ભરી દે છે, મીઠાની એક જ ગાંગડી જિહાને ખારી ઊસ લાગે છે, તેમ સંસારના રાગાદિ સંયોગોમાં જીવને જ્યારે કડવાશ અને ખારાશ લાગે ત્યારે તે પ્રત્યે અભાવ થઈ મનોવૃત્તિ અંતર્ગામી થાય છે. સંસારના પદાર્થોમાં અને પરિચયમાં એવી ને એવી મીઠાશ વર્તે અને અંતરમુખવૃત્તિ થાય તેવું બને એવી આ માર્ગમાં વ્યવસ્થા નથી. માટે સાચા સુખના આકાંક્ષીએ સત્ સાધકને ગ્રહણ કરવા. ૨૧ ૨.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236