Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 230
________________ - ઉપસંહાર : ૦ શાશ્વત સુખની શોધ : જગતમાં પ્રાયે બહુસંખ્યજીવોની માન્યતા એવી છે કે, પાર્થિવ જગતનાં સાધનો, સંપત્તિ, વિપુલ સંગ્રહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, યશ-કીર્તિ તથા તે તે ક્ષેત્રોમાં અનુકૂળ સંયોગો અને સંબંધો આદિ સુખનું કારણ છે. કંઈક વિચારદષ્ટિવાળા જીવો તે તે સંયોગોમાં પ્રતિકૂળતા આવે ત્યારે ક્ષણભર એમ માની લે છે કે, જગતમાં સુખ અને દુઃખની એક ઘટમાળ ચાલ્યા કરે છે. વળી કંઈક અનુકૂળતા જણાતાં કે સમય પસાર થતાં તે વાત વિસરી જાય છે. કેવળ સમ્યગુદૃષ્ટિ, સત્યાભિમુખ અને વિવેકશીલ આત્માઓ જ પૂર્વના આરાધનના બળે, નૈસર્ગિક રુચિ વડે, સદ્ગુરુના ઉપદેશ દ્વારા, સત્શાસ્ત્રના અભ્યાસ વડે કે સત્સંગ જેવા સ...સંગના પરિચય આદિ માટેના પુરુષાર્થથી જગતના સાંયોગિક અને વિયોગિક સુખ-દુઃખના કાર્ય-કારણને સમજી સાચા અને શાશ્વત સુખની શોધમાં પ્રયત્નશીલ થાય છે. જો આત્મારૂપ પદાર્થમાં સુખ નામક ગુણ ના હોત તો, પર પદાર્થોના નિમિત્તે ઈદ્રિયો અને મન દ્વારા જે સુખનો અનુભવ થાય છે તે સંભવિત ન હોત. સારાંશ કે અજ્ઞાની આત્માની વૃત્તિ અને પ્રવૃત્તિઓ સંયોગાધીન થઈ વિષયાકાર, અન્યભાવરૂપ કે વિભાવરૂપ થઈ જાય છે, તે સર્વ ક્રિયાઓ જ ખરેખર દુઃખનું મૂળ છે. જ્ઞાનસહિત વૈરાગ્યભાવનાનો પોષક પુરુષાર્થ કરનાર જ્ઞાનીની વૃત્તિ સ્વભાવરૂપ થાય છે. આત્મભાવે વર્તના કરવી તે સ્વાધીનતાનું અને સુખનું કારણ છે. ત્યાં ઈદ્રિયસુખ ગૌણ કે નિઃશેષ હોય છે અને અતીન્દ્રિય સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આવી આત્મતન્મયતાની પળોમાં મનોવૃત્તિ કાર્મણવર્ગણાઓને ગ્રહણ કરતી નથી. એથી જ્ઞાનીને શરીરાદિ કે વ્યાપારાદિ વ્યવહારમાં પૂર્વના સંબંધો પૂર્ણ થાય છે અને પ્રાયે નવો અનુબંધ થતો નથી. ક્રમે કરીને તે આત્મા અનંત અવ્યાબાધ સુખને પામે છે. આત્મસુખને માણવા કે આત્મતત્ત્વને પ્રગટ કરવા ધ્યાનનો ૨ ૧ ૧

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236