Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 234
________________ ભક્તિ આદિ જેવા અનુષ્ઠાનમાં શુભભાવ વડે મનની શુદ્ધિ થતાં ધ્યાનસન્મુખ થવાય છે, અને તેના દ્વારા ધ્યાનમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે. પણ એમાં સમય વધુ લાગે છે કે પુરુષાર્થ વધુ કરવો પડે છે. વળી થોડા જન્મોનો વિસામો પણ થઈ જવા પામે છે. • પ્રસ્તુત ગ્રંથમાં જૈનદર્શનના ધર્મતત્ત્વનું પ્રાધાન્ય શા માટે? કોઈને પ્રશ્ન થવા સંભવ છે કે, પ્રસ્તુત ગ્રંથમાં સર્વજ્ઞ વીતરાગ દેવ અને નિગ્રંથ જ્ઞાની પ્રરૂપિત ધર્મધ્યાનના પ્રકારો અને સિદ્ધાંતોને શા માટે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ? તેનું સમાધાન આ પ્રકારે થઈ શકે છે, અન્ય આધ્યાત્મિક પ્રાચીન, અર્વાચીન વર્તુળોમાં ધ્યાન વિષે જે માહિતી ઉપલબ્ધ છે તેનું કંઈક અવલોકન કરતાં ઉપરોક્ત મહત્વ યથાર્થ અને પૂર્ણ જણાય છે. સર્વ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમ કે જ્યાં રાગાદિ દોષોનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર (હાથનોંધ) ૧-૬૧ • જૈનદર્શનમાં આજે વિધિવિધાનોનું સ્વરૂપ જૈનદર્શનમાં સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના એકત્વને મોક્ષમાર્ગ કહ્યો છે. ખરેખર તો તે ધ્યાનની અવસ્થા જ છે. જો કે આરાધના ક્ષેત્રે તે પ્રકારો જવલ્લે જ જોવામાં આવે છે અને બાહ્ય આડંબરવાળા ક્રિયાકાંડો દૃષ્ટિગોચર થાય છે. શાસ્ત્રોમાં તો બાર પ્રકારના તપમાં ધ્યાનને શ્રેષ્ઠ તપ અર્થાત્ આત્યંતર તપ લેખવામાં આવ્યું છે. પરંતુ બાહ્ય તપ સિવાય અન્ય પ્રકારો જાણે કે વિસ્મૃત થઈ રહ્યા હોય તેવું જણાય છે. ધર્મધ્યાનના વિવિધ પ્રકારોના સોળ ભેદોનો તેના ક્રમમાં ભાગ્યે જ અનુભવપૂર્ણ અભ્યાસ થતો જોવામાં આવે છે. તો પછી તેની પ્રત્યક્ષ સાધના ક્યાંથી જોવા મળે? આવી હીનદશા થવાનું એક કારણ ગૃહસ્થોમાં-સ્ત્રી-પુરુષોમાં તત્ત્વનો અભ્યાસ વિસારે પડયો છે, પૂ. યશોવિજ્યજી ઉપાધ્યાયે સાચું જ કહ્યું છે કે, “ધામધૂમે ધમાધમ ચલી, મૂળ મારગ રહ્યો દૂર રે.” વળી સમાયિક અને પ્રતિક્રમણનાં પડાવશ્યક જેવાં અંગો, ૨૧૫

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236