Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 233
________________ શ્રદ્ધાપૂર્વક આગળ વધવું તે જ સાધકનું યથાર્થ લક્ષ્ય છે. આ કાળે આ માર્ગમાં યથાર્થ માર્ગદર્શન મળવું કે સાચા માર્ગદર્શક મળવા એ મહાન પુણ્યના ઉદયથી બને છે. એવો યોગ મળે ત્યારે સમગ્રપણે પ્રમાણિ થઈ જીવનને હોડમાં મૂકવાનું સામર્થ્ય પ્રગટવું તે એક કૃતકૃત્યતા છે. આટલું થયા પછી માર્ગ સરળ સુગ્રાહા અને સુગમ બને છે. • ધ્યાનમાર્ગથી સહજ ઉપલબ્ધ થતી પ્રસાદી જો કે નિર્વિચાર કે નિર્વિકલ્પ ધ્યાનની સાધનામાં ચિંતન, ભક્તિ, લેખન તથા સ્વાધ્યાય જેવી શુભક્રિયાઓ કથંચિત્ અવરોધ કે અસ્થિરતાનાં ઉત્પાદક તત્ત્વો બની જાય છે. છતાં અપ્રમત્તદશાવાન મુનિઓ કે જ્ઞાનીઓ સિવાય સાધકને માટે તો એ શુભક્રિયાઓ અવલંબનરૂપ છે. એ ખ્યાલમાં રાખવું કે ધ્યાનદશામાં વધુ સમય ટકી શકાય નહિ ત્યારે શુભભાવોમાં પ્રયત્નશીલ રહેવામાં ન આવે તો પરિણામો તીવ્ર ચંચળતા પામી અશુભભાવોમાં પડી બહિર્ગામી બને છે. ધ્યાનમાર્ગ શ્વાસપ્રશ્વાસની જેમ અહર્નિશ સેવવા માટે છે. હું આવા મહાન કાર્યો માટે જ જન્મ્યો છું, અને આ માનવદેહ મને તેને માટે જ મળ્યો છે તેવી પ્રારંભથી તીવ્ર જિજ્ઞાસા હોય તો આ માર્ગ સતત સુગ્રાહ્ય બનતો જાય છે. • ઉત્સાહપૂર્વક આગળ વધવું પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલા ધ્યાનના વિવિધ પ્રકારો અને ભેદોથી મૂંઝાઈને પુરુષાર્થને પડતો ન મૂકવો. પ્રારંભ કરવાથી આગળનો માર્ગ જરૂર મળે છે. વળી સાધકનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જ કેટલોક રસપ્રદ અને પ્રયોગાત્મક ઉપક્રમ અત્રે દર્શાવ્યો છે. છતાં પ્રશ્ન થાય કે, આત્મા ત નિકટ હોવા છતાં માર્ગ આવો વિકટ કેમ? શું આ માર્ગ સરળ નહિ હોય ? માર્ગ તો સરળ છે, પરંતુ આપણે લક્ષ્ય સ્થાનેથી ઘણા દૂર થઈ ગયા છીએ, તેથી તે વિકટ લાગે છે. પ્રાયે ધ્યાનમાર્ગ મુનિજનો માટે સીધી શ્રેણીનો માર્ગ છે. ગૃહસ્થને સમત્વ પછી શરૂ થાય છે. તેથી વિકટતા લાગે છે, પરંતુ આ માર્ગે શીઘ્રતાથી પહોંચાય છે. વળી સત્સંગના યોગમાં સ્વાધ્યાય, ચિંતન કે ૨૧૪

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236