Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 232
________________ ૦ આત્મા સ્વસંવેધ છે. આત્મા સ્વસંવેદ્ય છે, જ્ઞાનમય છે. એ જ્ઞાન ઉપયોગમાં તેને સુખદુઃખાદિનું જે વેદના થાય છે, તે અન્ય પદાર્થોના નિમિત્તથી થતું હોવાથી વિભાવરૂપ છે. સ્વભાવમાં વર્તતું જ્ઞાનનું વેદન સ્વાધીન હોવાથી તે સ્વ-સ્વરૂપનું સંવેદન છે, તેમાં ધ્યાનદશાની અનુભૂતિ સમાહિત છે. એ અનુભૂતિની ક્ષણોમાં આત્મા શાશ્વતને જાણે છે. આવી જ્ઞાનમય પરિણામધારાનો આનંદરૂપ સ્ત્રોત તે ધ્યાનદશાનું પાદચિહ્ન છે. જે અસંગદશામાં શકય છે. આવી ધન્ય પળો પહેલાં શું શું બને છે ? તે જોઈએ : “હું આત્મા છું, સ્વ-સંવેદ્યરૂ૫ છું, દેહાદિથી ભિન્ન છું, હું જ્ઞાયક સ્વરૂપ છું, જ્ઞાનદર્શનમય છું.” આવી એક પવિત્ર અંતરયાત્રાનો પ્રારંભ થાય છે. તે સમયથી પ્રપંચોનું આવરણ શમતું જાય છે. જગતના જીવો પ્રત્યે નિરપેક્ષ મૈત્રીભાવનો પ્રારંભ થાય છે. પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રીતિ અને ભક્તિ દેઢ થતી જાય છે. સ્વરૂપ પ્રત્યેની અભીપ્સા વધતી જાય છે. આથી સહેજે જગતના પદાર્થો પ્રત્યેની પ્રીતિ-સુખબુદ્ધિ વિરામ પામવા લાગે છે. આવા સર્વભાવો નિરંતર ટકી રહે એવી સભાનતા સહિત વ્યવહાર થાય છે. એવા પવિત્ર ભાવોમાં અલના થાય તો સાધક એક પ્રકારની વેદના અનુભવે છે, અને નાની સરખી અસત્વૃત્તિ કે ક્ષતિથી એનો દેહ કંપી જાય છે. તે સ્કૂલના કે ક્ષતિ આંખના કણાની જેમ તેને ખૂંચે છે, તેથી તેને દૂર કરવા તરત જ પ્રયત્નશીલ રહે છે. જેમ બહુમૂલ્ય રત્નમણિ આકારમાં નાનું હોવા છતાં ચક્ષને આકર્ષવા સમર્થ હોય છે તેમ ધ્યાનાનુભૂતિની અલ્પ પળો તથા સૂક્ષ્મ અનુભવ પણ જીવનના સમગ્ર ક્રિયાકલાપને ધ્યાનના સત્ત્વ પ્રત્યે આકર્ષી લે છે. અહો ! તેનું સામર્થ્ય, અહો તેનો આહલાદ કેવો અદભુત અને અપૂર્વ હોય છે ! એથી પ્રદેશ-પ્રદેશ અને રોમે-રોમે રોમાંચ જાગી ઊઠે છે. એ ધન્ય પળોનું સુખ અને આનંદ વર્ણનાતીત હોય છે તેવું જ્ઞાનીનું કથન છે તેમાં શું આશ્ચર્ય છે ! તેના સત્યને સ્વીકારી ૨ ૧૩

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236