Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 228
________________ મિથ્યાભાવ, અસંયમ, ક્રોધાદિ કષાયો, મન, વચન, કાયાનો વ્યવહાર અને પ્રમાદ છે. જ્ઞાનીનાં વચનો દ્વારા તે સર્વનો ત્યાગ કરી આસવથી ભિન્ન એવા તારા શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કર. આત્મા અને આસવનો ભેદ જાણીને આસવનો ત્યાગ કર. .. સંવરભાવના : હે જીવ ! મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પુણ્યપાપનું ગ્રહણ થાય છે. તે રોકાઈ જાય તેવી સંવરભાવના ધારણ કર. હે જીવ! જો તું સંવરભાવના ગ્રહણ નહીં કરે તો તારા આત્મા સાથે કર્મોનો પ્રચંડ પ્રવાહ આવ્યા જ કરશે અને ત્યાં સુધી તારા સ્વરૂપની પ્રાપ્તિનું સુખ નહીં મળે. સંસારના કારણરૂપ ત્રિવિધ યોગની ક્રિયાથી વિરામ પામ, અને શુભાશુભ કર્મના પ્રવાહને રોકી લે અને જ્ઞાનધ્યાનમાં પ્રવૃત થા. જેથી રાગાદિ રોકાતાં કર્મનો પ્રવાહ રોકાઈ જશે. આ સંવર તત્ત્વની આરાધનાથી વિષયો અને કષાયોની મંદતા થાય છે. નિર્જરાભાવના : ૯. હે જીવ ! આવતાં કર્મોને રોકવાનું સાહસ કર્યા પછી હવે આગળ જા. અનાદિથી અનંત કર્મોનો જે સંગ્રહ થયો તેનો નાશ કરવા તત્પર થા. બીજમાં વૃક્ષ થવાની શક્તિ છે તેમ સત્તામાં રહેલાં કર્મો ઉદયમાં આવતાં તેનું ફળ આપે છે. તેથી ઈચ્છાઓનો, વાસનાઓનો ક્ષય કરી વિવિધ પ્રકારના તપ દ્વારા તે કર્મોના બીજને ભસ્મ કરી નાંખ. હે જીવ ! પ્રારંભમાં કઠણ લાગતા સંયમ-તપ પરિણામે સંજીવની જેવા છે માટે ક્રમે ક્રમે કર્મોનો નાશ કરવા તૈયાર થા અને નિર્જરાનો માર્ગ ગ્રહણ કર. તે માટે ઈચ્છાઓને તપ દ્વારા શમન કરી કર્મોનો ક્રમે ક્રમે નાશ કરવા તત્પર થા. ૧૦. લોકસ્વરૂપભાવના : હે જીવ ! અનંત પદાર્થોથી ભરેલા આ લોકમાં તું સર્વત્ર જનમ્યો છું અને મર્યો છું પણ કયાંય સુખ પામ્યો નથી. આ લોકમાં નરકાદિ ગતિઓમાં તેં અનેક વાર ભ્રમણ કર્યું છે તેમાં તેં ક્યા પદાર્થો ખાધા નથી કે પીધા નથી અને શું ભોગવવાનું બાકી રાખ્યું છે ? સિવાય કે તારું નિજસ્વરૂપ જ તેં જાણ્યું કે માણ્યું નથી, તેથી તને કયાંય સુખશાંતિ પ્રાપ્ત થયાં નથી. માટે નિર્ણય કર કે આ લોકમાં કયાંય બહાર ૨૦૯

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236