Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 226
________________ ૨. અશરણભાવના : સંસારમાં જન્મ, જરા અને મરણના ભયથી સૌ પ્રાણીઓ ત્રસ્ત છે. રોગ, દુઃખ અને ભયથી સૌ ઘેરાયેલા અને અશરણ છે. યમના સકંજામાં સપડાયેલા દેવ, દાનવ કે માનવને આ વિશ્વમાં સર્વત્ર અશરણ છે. હું કોઈને શરણ આપી શકું તેમ નથી. મને કોઈ શરણ આપે તેમ નથી. વળી તુ માને છે કે મને ધન, માન કે પરિવારનું શરણ છે પણ તે સૌ અશરણ છે. આવા અશરણરૂપ સમસ્ત સંસારમાં કેવળ શરણ આપનાર ધર્મ છે, માટે હે જીવ! તું પરમાત્માના અને આત્માના શુદ્ધ સ્વરૂપનું શરણ લે, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રનું શરણ લે, જેથી અશરણ પાસે પણ તું સમાધિ-મરણરૂ૫ શરણને પામે. ૩. સંસારભાવના : હે જીવ! તું સંસારમાં ચારેબાજુ દષ્ટિ કર. સંસારમાં મોહજન્ય અને કર્માધીન પ્રાણીઓના દુઃખદર્દની વિચિત્રતા જો. નરક, તિર્યંચ, માનવ અને દેવગતિના પરિભ્રમણ અને તેમાં રહેલાં દુઃખો કે જેનું જ્ઞાનીઓ વર્ણન કરી શકયા નથી તેવા અનેક પ્રકારનાં દુઃખો તે સહન કર્યા છે. સંસાર કેવળ દુઃખમય છે. અગ્નિની જેમ જીવન આધિ, વ્યાધિ, ઉપાધિથી બળે છે. હે જીવ ! આવા સંસારથી વિરામ પામ. જાગૃત થા. પ્રમાદ છોડી મોક્ષના માર્ગને ગ્રહણ કર. તે તારું સ્વરૂપ છે. સંસારનું કોઈ સાધન, ધન માન કે પાન સુખનું કારણ નથી. તેમાં ભ્રમ ઊભો થવાથી જીવ તેમાં અટકી ગયો છે. ૪. એકત્વભાવના : હે જીવ ! શું તું જાણતો નથી કે તું એકલો આવ્યો છું અને એકલો જવાનો છું. આ લોકમાં, સ્વર્ગમાં કે નરકમાં કરેલાં સર્વ કર્મો તારે એકલાએ જ ભોગવવાનાં છે. મમત્વ કે અહમને કારણે સ્ત્રીપુત્રાદિને નિમિત્ત કરીને જે છળપ્રપંચ કરે છે તેનું ફળ પણ તારે એકલાએ જ ભોગવાનું છે. તારી અસહ્ય વેદનાનો એક અંશ પણ કોઈ લઈ શકતું નથી. તો પછી ક્યા સુખ માટે તું અનેક સંબંધોમાં સુખની અપેક્ષા રાખે છે, હે જીવ! તું એક છું, અસંગ છું. દેહાદિથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ છું. હે જીવ! તું જગતના સર્વ પદાર્થથી ભિન્ન ૨૦૭

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236