Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 227
________________ છું. સર્વ દુનિયાના ક્ષેત્રથી એકપણે રહેલો છું. કાળથી અજર, અમર અને અજન્મા છું. આવું એકત્વ મળ્યા પછી જગતના અન્ય પદાર્થોમાં તું શા માટે મમત્વ ધારણ કરે છે? એકત્વમાં જ સુખ છે. ૫. અન્યત્વભાવના : હે જીવ! તું સ્વભાવથી જ દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, મિત્ર, ધનાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છું. દેહ સાથે તને ઐક્યપણાનો અભ્યાસ થઈ ગયો છે, તે કેવળ ભ્રમ છે. એ સર્વ સંબંધોમાં રાચવું તે પરભાવ હોવાથી કેવળ દુઃખનું કારણ છે. હે જીવ ! તું સર્વથી ભિન્ન કેવળ સત્-ચિત-આનંદમય છું. હે દેહધારી આત્મા ! હવે સર્વ ભ્રમણાનો ત્યાગ કર અને નિર્ણય કર કે હું કેવળ જ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મા છું. ૬. અશુચિભાવના : હે જીવ! જે દેહ તને અનાદિકાળથી પ્રિય લાગ્યો છે; તેમાં રહેલા સર્વ પદાર્થોનો વિચાર કરી જો. મલિન પદાર્થોથી ઉત્પન્ન થતા દેહમાં અનાદિથી પ્રીતિ કરી છે પણ આ દેહ તેના બદલામાં તને શું આપ્યું છે? કેવળ પરિભ્રમણ. વળી આ શરીરને ગમે તે પદાર્થોથી સ્વચ્છ કરો તો પણ તે અશુદ્ધિ પ્રગટ કર્યા વગર રહેતું નથી. તેની દરેક ઈદ્રિયો પણ ચોવીસ કલાક અશુદ્ધિને બહાર કાઢે છે. આ શરીર પવિત્રને અપવિત્ર કરે, શુદ્ધને અશુદ્ધ કરે. વળી વિનાશી છે તેવા દેહ પ્રત્યે વિરાગ રાખી અનાસક્ત થઈ જ્યાં સુધી તેમાં આત્મા વર્તે છે ત્યાં સુધી એક આત્મસાધના કરીને કૃતાર્થ થઈ જા. કારણ કે ભલે દેહનો ધર્મ સડવાનો કે પડવાનો હોય છતાં તે દેહ ધર્મનું સાધન હોવાથી ઉત્તમ મનાયો છે માટે તેના નિમિત્તથી હે જીવ! તું આત્માની ઉપાસના કરી કૃતાર્થ થઈ જા. દેહ ગમે ત્યારે જવાનો છે માટે તેનું મમત્વ છોડી દે. આત્મભાવના કર. છે. આસૃવભાવના : હે જીવ! તું જાણે છે કે શુદ્ધ એવા તારા આત્મસ્વરૂપમાં છિદ્ર પાડનાર આ આસ્રવ છે. તે પુણ્યરૂપે તને સંસારના મોહમાં ફસાવે છે અને પાપરૂપે અનેક પ્રકારનાં દુઃખ આપીને નવાં બંધનો ઉત્પન્ન કરે છે. તે શુભાશુભ આસવ છે જેના દ્વારા કર્મનો સંયોગ થાય છે. તે જીવ ! તારા જીવનમાં ફાચર મારનાર આ આસ્રવનો પરિવાર ૨૦૮

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236