Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 229
________________ સુખ નથી. મારું સુખ મારા અંતરમાં આત્મામાં રહ્યું છે. તે સર્વ ઈચ્છા કે વાસનાના શાંત થવાથી પ્રાપ્ત થાય છે. આ લોક પદ્રવ્ય અને નવ પદાર્થોથી સ્વયંપરિણામી છે તેનું ચિંતન કરવું. ૧૧. બોધિદુર્લભભાવના : હે જીવ! અનંતકાળના પરિભ્રમણમાં દુર્લભ એવા બોધિરત્નના અભાવે તું મહાદુઃખ પામ્યો છું. તને મનુષ્ય દેહ, ઉત્તમ કુળ, સરુનો બોધ મળવા છતાં બોધિરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કેમ થઈ નહિ તેનો વિચાર કર. આ દેહાધ્યાસ અને પદાર્થમાં સુખની આકાંક્ષારૂપ મિથ્યાભાવને કારણે હે જીવ! બોધિબીજની પ્રાપ્તિ તું કરી શક્યો નથી. સર્વકાળને વિશે તેની દુર્લભતા મનાઈ છે. અનેક જન્મોની આરાધનાના બળે તેની પ્રાપ્તિ સુલભ બને છે. હે જીવ! સ્વરૂપ લક્ષ્ય તું સર્વજ્ઞના ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખી સદ્ગુરુની આજ્ઞામાં વત્યે જા, તો તને બોધિ પ્રાપ્ત થતાં સર્વ દુઃખનો અંત આવશે. સંસારના પરિભ્રમણથી મુક્તિનું મૂળ સાધન બોધિરત્ન છે, માટે હે જીવ! એની જ ઉપાસના કરવી. ૧૨. ધર્મદુર્લભભાવના : હે જીવ! જગતમાં તને ધનસંપત્તિના જોરે કે પુણ્યબળે ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત થશે પણ ધર્મ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. જગતમાં રખડતા જીવને ધર્મ જ સાચો સન્મિત્ર છે. સર્વજ્ઞ ભગવાને જીવોને દુઃખથી મુક્ત કરવા ધર્મમાર્ગ બતાવ્યો છે. સદ્ગુરુઓનો ઉપદેશ શ્રવણ કરી તે માર્ગમાં પ્રવર્તવું ઘણું દુર્લભ છે, છતાં હે જીવ! તને કેવો વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો છે? તે તારું સૌભાગ્ય છે કે માનવદેહ ધારણ કરીને નિગ્રંથનો ધર્મ મળ્યો છે. માટે હવે પ્રમાદ છોડી જાગૃત થા અને સર્વ દુઃખોથી મુક્ત થવા સ્વરૂપની પ્રાપ્તિરૂપ શુદ્ધ ધર્મનું આરાધન કર, નહિ તો આ રત્નચિંતામણિ જેવો મનુષ્યભવ નિષ્ફળ જશે, માટે શાશ્વત સુખના કારણરૂપ ધર્મમાર્ગમાં પ્રવર્તન કર. વાસ્તવમાં આ બારભાવનાઓ વૈરાગ્યની આત્મભાવની જનની છે. જેની અનુપ્રેક્ષા વડે જીવ રાગદ્વેષનો ક્ષય કરી પરમ સુખ પામે છે. ૨૧૦

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236