Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 218
________________ પ્રત્યક્ષ થાય છે, તેથી દેહાધ્યાસ ઘટે છે, અન્ય શરીરોથી યોગી દૂર રહે છે. શરીર અશુચિમય છે તેવો દઢ નિશ્ચય થાય છે. મૈત્રી, કરુણા આદિના વારંવારના અનુષ્ઠાનથી રાગાદિ દોષો દૂર થાય છે. રજસુ, તમન્, ન્યૂનતા થવાથી અંતઃકરણમાં રહેલું સત્ત્વ પ્રબળ થાય છે. તેથી પ્રસન્નતા અને સૌમનસ્ય રહે છે. ચિત્ત એકાગ્ર થાય છે તેથી મનની શુદ્ધિ થાય છે. આમ મનનો નિરોધ થવાથી ઈન્દ્રિયજય થાય છે, તે ચિત્ત સૂક્ષ્મ વસ્તુને ગ્રહણ કરવા સમર્થ થાય છે અને તેથી આત્માનો સાક્ષાત્કાર કરવા યોગી સમર્થ બને છે. (બ) સંતોષઃ અતિઆવશ્યક એવા જે પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો, સિવાયના અન્ય પદાર્થો મેળવવાની અસ્પૃહા એટલે સંતોષ. સંતોષથી અત્યુત્તમ સુખનો લાભ થાય છે. સંતોષનો અર્થ તૃષ્ણાનો ક્ષય છે. યોગીના અંતઃકરણમાં રજતમ અતિનિર્બળ થઈ જાય છે અર્થાત્ તમોગુણ, રજોગુણ દગ્ધબીજવતું થાય છે. પરિણામે ચિત્તનો સ્વભાવસિદ્ધ સત્ત્વગુણ નિર્બોધ આવિર્ભાવને પામે છે. તેથી શાંતિ, સુખ પ્રાપ્ત થાય છે. બ્રહ્માનો આનંદ છે તેટલો આનંદ જ્ઞાનવાન અકામ પુરુષનો છે. (ક) તપ : ક્ષુધા-પિપાસા, શીત-ઉષ્ણ ઈત્યાદિ ઢંઢોને સહન કરવાનો અભ્યાસ તે તપ છે. કાષ્ઠમૌન એટલે ચિહ્ન વડે પોતાનો અભિપ્રાય દર્શાવવો નહિ, અને આકાર મૌન એટલે બોલવું નહિ તે. આ ઉપરાંત ઘણા પ્રકારે તપ કહેવાય છે. તપની પ્રતિષ્ઠાથી અશુદ્ધિનો ક્ષય થાય છે. રજસૂ-તમસું ગુણરૂપ અધર્મનો ક્ષય થાય છે તેથી શરીર સંબંધી અણિમા - મહિમા (અનુક્રમે શરીરને સૂક્ષ્મ કે મોટું કરવું) ઈન્દ્રિયોની સિદ્ધિ, જેમ કે દૂરશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે. (ડ) સ્વાધ્યાયઃ વેદાધ્યયન (શાસ્ત્રાધ્યયન), ઈષ્ટમંત્રનો જાપ, સ્વાધ્યાયને સાધનાર વાણીને તથા મનને નિયમિતરૂપે સ્થાપે છે, તથા મંત્રના અધિષ્ઠાતા ઈશ્વરનું અનુસંધાન કરે છે તેથી ઈશ્વરના અનુગ્રહ દ્વારા સહજમાં તત્ત્વજ્ઞાન થાય છે. ઉપરાંત સર્વદેવો, ઋષિઓ અને સિદ્ધો યોગીને આધીન રહે છે. આ સિદ્ધિની ખાતરી સ્વાનુભવથી થાય છે. (ઈ) ઈશ્વરપ્રણિધાન : સાધક નિરંતર ઈષ્ટરૂપે ઈશ્વરતત્ત્વનું અનુસંધાન કરે છે. પોતે કર્તુત્વથી રહિત છે તેવી ભાવના કરે છે. સર્વ કર્મોને પરમગુરુ પરમાત્મા વિષે અર્પણ કરે છે. ફળની ઈચ્છા રહિત નિષ્કામપણે, ધર્મ સમજીને કર્મો કરે છે. ૧૯૯

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236