Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 222
________________ યદ્યપિ જૈનદર્શનના કેવળજ્ઞાન અને મુક્તિના સ્વરૂપની જેમ આ પૂર્ણદશા નથી. યોગમાર્ગની દૃષ્ટિએ સમાધિને આખરી સ્વરૂપ આપ્યું છે. ધ્યાનમાર્ગમાં યોગની સમજ ઉપયોગી હોવાથી અત્રે પ્રસ્તુત કરી છે. બંને માર્ગનું ધ્યેય એકજ છે. વળી ધ્યાનના વિવિધ પ્રકારો અને અવલંબનો છતાં દરેક ગ્રંથકારે તેની ઐક્યતા દર્શાવી છે. જે સાધક માટે સરળતાથી આરાધનનનું કારણ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાંથી લગભગ ૯૦૦ વર્ષ પહેલા કાળના પ્રવાહને જાણી શ્રી હેમચંદ્રાચાર્યે યોગ અને ધ્યાન વિષે પ્રસ્તુત ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. જેમાં યોગની વિશેષતા, શ્રાવકના વ્રત, આસન પ્રાણાયામ, નાડી શોધન અને વિવિધ પ્રકારના ધ્યાનનો સમાવેશ કર્યો છે, અત્રે ધ્યાન વિષે કંઈક વિનિમય કરીશું. યદ્યપિ નાડી શોધન કે કાલજ્ઞાન, શ્વાસ જય ધારણા જેવા ગહન વિષયોનું અત્રે જણાવવું નથી. તેનો અભ્યાસ કોઈ વિરલ સાધક કરતા હશે. વળી ધ્યાનના પણ પદસ્થ આદિ પ્રકારો દર્શાવ્યા છે તે ઘણા ગહન છે. જેમકે સોળ પાંખડીનું કમળ હૃદયમાં ચિંતવવું તેમાં ૧ થી ૧૬ માતૃકાના અક્ષરો ગોઠવી ક્રમમાં ધ્યાન કરવું વિગેરે તેવી રીતે પંચ પરમેષ્ટિ વિગેરેનું ધ્યાન જણાવ્યું છે. પણ તેવા જ્ઞાનીના માર્ગદર્શન વગર સ્વયં કરવાનું શકય નથી. વળી તે તે ધ્યાનની ફળશ્રુતિ પણ આશ્ચર્યકારી દર્શાવી છે. જેમકે આ પ્રમાણે પિંડસ્થ આદિના ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતના તત્ત્વનો સાક્ષાત્ કરી આત્મવિશુદ્ધિ કરે છે. વળી ધર્મધ્યાન ક્ષયોપથમિક ભાવ છતાં અત્યંત વૈરાગ્ય રસના સંયોગથી તરંગતિ થયેલા યોગીઓને પોતે અનુભવ કરી શકે તેવું ૨૦૩

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236