Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 223
________________ આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. (ધર્મધ્યાનનું વિવેચન અન્યત્ર આપેલું છે.) છતાં આ ધ્યાન પૂર્ણ નથી તેથી સ્વર્ગલોકનો એકાદ ભવ કરી પુનઃ મનુષ્ય જન્મ પામી વિવેક પૂર્ણ ભોગકર્મ પુરું કરી તેનાથી વિરક્ત થઈ શુકલધ્યાન દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરી પૂર્ણતા પામે છે. શુકલધ્યાન આ ધ્યાનના અધિકારી યોગીજનો છે. આ ધ્યાન રૂપ અગ્નિ અત્યંત ઉત્કટપણે પ્રજ્વલવાથી યોગીન્દ્રના સર્વઘાતી કર્મો ક્ષણમાત્રમાં નાશ પામે છે. ત્યારે યોગી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. • આ કાળમાં પ્રથમ સંઘયણ જેવા અન્ય નિમિત્તોના અભાવે શુક્લધ્યાનને પાત્ર જીવો નથી છતાં આ ધ્યાનનો પ્રવાહ વિચ્છેદ ન પામે તેથી શાસ્ત્રકારો ગ્રંથમાં જણાવે છે. આ ધ્યાનનું પરિણામ મોક્ષગમન છે તેથી તેના અધિકારી કેવા હોય તે જણાવે છે. ધ્યાનના અધિકારી પ્રાણોના નાશ થાય તો પણ ચારિત્રમાં અગ્રેસર હોય છે, અન્ય જીવોને પોતાના સમાન જૂએ છે. પાંચ મહાવ્રત, સમિતિ ગુમિનું ચુસ્તપણે પાલન કરનાર, પરિષદોને સમતાપૂર્વક જીતનાર, કષાયોથી દૂષિત નહી થયેલો, આત્મભાવમાં રમણ કરનાર, વિષયોથી વિરક્ત દેહાધ્યાસ રહિત હોય છે. અસંગ હોય છે. શત્રુ-મિત્ર, પથ્થર કે સુવર્ણ, સ્તુતિ કે નિંદામાં સમભાવી હોય છે. રાય કે રંકના તુલ્ય કલ્યાણનો ઈચ્છુક અને નિઃસંગ હોય છે. આવો અપ્રતિબધ્ધ યોગી-ધ્યાતા ધ્યાન કરવાને યોગ્ય છે. છઘસ્થ જીવોનું એક શુદ્ધ વિષયમાં એકાગ્ર થવું તે ધ્યાન તરફની દિશા છે. તેથી તેના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે. અભ્યાસીએ આ ગહન યોગશાસ્ત્રનો અભ્યાસ કરી યોગ્ય જ્ઞાની ગુરુ પાસે સાધના કરવી. ધર્મ ધ્યાનની યોગ્યતા માટે ધારણા અને ધારણાની યોગ્યતા માટે પ્રત્યાહાર જેવા ગહન અંગો બતાવ્યા છે. જેમકે શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે વિષયોમાંથી મનને બહાર ખેંચી અત્યંત શાંત બુદ્ધિ બળે ધર્મધ્યાન કરવા માટે નિશ્ચલ કરી રાખવું. ત્યાર પછી ધારણાની યોગ્યતા આવે છે. નાભિ, હૃદય, નાસિકાનો અગ્રભાવ, કપાળ, ભ્રકુટી, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એની એકાગ્રતા જે ધારણા કરવાના સ્થાનો છે. ૨૦૪

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236