Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 213
________________ હે આત્મન ! તું ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્માનું પ્રતિક્ષણ સ્મરણ કર, જેના વડે શીઘ કર્મક્ષય થાય છે. - તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૩/ર જો કોઈ મહાત્મા ભયાનક સંસારરૂપી મહાન સમુદ્રથી નીકળવા ચાહે છે તેણે કર્મરૂપી ઈધનોનો નાશ કરવા પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે ચારિત્ર છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, પુણ્ય કે પાપ એ સઘળાં મન, વચન, કાયાથી ત્યજીને યોગી યોગમાં સ્થિર રહે, મૌનવ્રતની સાથે આત્માનું ધ્યાન ધરે. - મોક્ષપાહુડ, ૨૬-૨૮ શાસ્ત્રાભ્યાસથી, ગુરુગમે કે સાધર્મીના સંસર્ગથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, અને તેનો જ સહારો લઈ ધ્યાન કરવું અને અન્ય સંગતિનો ત્યાગ કરવો. - તત્ત્વજ્ઞાનતરંગિણી, ૧૦-૧૫ ધ્યાન : સમતાનું માહાભ્ય અને ફળ રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩ આત્મ સ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને, ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯ - નિયમસાર, ૯૩-૧૧૯ આ જગતની કો વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પર વસ્તુઓનો, સ્વાર્થ મુજમાં છે નહિ; આ તત્ત્વને સમજી ભલા, તું મોહ પરનો છોડ, શુભ મોક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. - શ્રી અમિતગતિ સામાયિકપાઠ, ૨૪ જેવી રીતે રત્નોમાં હીરા મુખ્ય છે, સુગંધી પદાર્થોમાં ગોસર ચંદન મુખ્ય છે, મણિઓમાં વૈડૂર્યમણિ મુખ્ય છે, તેમ સાધુનાં સર્વવ્રતતપોમાં આત્મધ્યાન મુખ્ય છે. (૧૮૯૪) જેમ પ્રબળ પવનની બાધા રોકવાને અનેક ઘરોની મધ્યમાં આવેલું ૧૯૪

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236