Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 212
________________ એક જ્ઞાનમય છું, એમ જે ધ્યાતા ધ્યાન કરે છે, તે આત્મધ્યાની છે. ખરેખર, હું પરભાવથી રહિત શુદ્ધ સ્વરૂપી છું. નિશ્ચયથી જ્ઞાનદર્શનમય છું. અતીન્દ્રિય સ્વભાવવાળો એક મહાન પદાર્થ છું અને પરાવલંબન રહિત છું. આવી આત્મભાવના કરવાથી સ્વાનુભવ ઊપજે છે. - શ્રી પ્રવચનસાર/૧૯૧-૧૯૨ જે મોહરૂપી મળનો નાશ કરીને ઈન્દ્રિય-વિષયોથી વિરક્ત થઈને, મનનો સંયમ કરીને પોતાના નિજસ્વભાવમાં ઉત્તમ પ્રકારે સ્થિર થાય છે, તે આત્મધ્યાની બને છે. - શ્રી પ્રવચનસાર, ૧૯૬ જેનું ચિત્ત વિષયોથી વિરક્ત છે. જેનું સમ્યકત્વ શુદ્ધ છે, ચારિત્ર દઢ છે અને જે આત્માને ધ્યાવે છે તે અવશ્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે. - શ્રી મોક્ષપાહુડ, ૬/૭૦ સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન અવસ્થામાં પ્રવેશ કરવો, અથવા ધ્યાનમાં મન સ્થિર ન રહે ત્યારે સ્વાધ્યાય કરવો. આમ ધ્યાન અને સ્વાધ્યાયના અભ્યાસથી પરમાત્માનું સ્વરૂપ પ્રકાશિત થાય છે. - તત્ત્વાનુશાસન, ૮૧ દઢ ચિત્તથી ચારિત્રનું પાલન કરનાર મોક્ષાર્થી મહાત્માઓએ એવા સિદ્ધાંતનું સેવન કરવું કે હું સદા, શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છું. રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે મારું સ્વરૂપ નથી, તે સર્વે પરદ્રવ્યો છે. - શ્રી સમયસાર કળશ, ૧૮૫ હું મમત્વને પરિવણું અને નિર્મમત્વમાં સ્થિર રહું છું, આત્મા મારું આલંબન છે અને બાકીનું સર્વ હું તજું છું. - શ્રી નિયમસાર, ૯૯ સૌ ભૂતમાં સમતા મને, કે સાથ વેર મને નહિ, આશા ખરેખર છોડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની. - શ્રી નિયમસાર. ૧૦૪ વધારે શું કહેવું ! નિર્દોષ ધ્યાનની સિદ્ધિને માટે કે વિચારવાન સાધક માટે કર્મજનિત રાગાદિના ભાવથી રહિત એક સમતાભાવને અંગીકાર સેવવો ઉચિત છે. - પવનંદિપંચવિંશતિ-સમ્બોધચંદ્રોદય અધિકાર, ૪૧ ૧૯૩

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236