Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ ', સાધુસાધ્વી શિબિરમાં એટલા માટે જ દેશ-વિદેશમાં જુદાં જુદાં ક્ષેત્રમાં થયેલા ક્રાંતિકારોના જીવન ઉપર ઊંડાણથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને તેથી શિબિરાર્થીઓ અને સમાજના સ સ્કર્તાઓ સમજી શકે કે જ્યાં જ્યાં આવા ક્રાંતિકારે વધારે થયા છે, ત્યાં ત્યાં ત્યાંના સમાજ, રાષ્ટ્ર અને ધર્મ સંપ્રદાયને ગતિશીલતા મળી છે. જ્યાં ક્રાંતિને નામે હિંસા, હિંસક સંઘર્ષ કે રક્તપાત થયા છે, ત્યાં અપક્રાંતિને લીધે સમાજ ઊલટે રસ્તે દોરાયું છે, અને ભૂતકાળની સારી કારકીર્દી ઉપર પાણી ફરી વળ્યું છે. 'ક્રાંતિકારોનાં જીવને ઉપર પ્રવચને અને ચર્ચા વિચારણા કરવાને ઉદ્દેશ એ પણ હતો કે શિબિરાર્થીઓ અને ક્રાંતિની જવાબદારીવાળા સાધકો દરેક ક્રાંતિનું સાચું મૂલ્યાંકન, યથાર્ય વિશ્લેષણ અને વાસ્તવિક વિવેક કરી શકે. તે સાથે જ સર્વાગીક્રાંતિકાર અને એકાંગી ક્રાંતિકાર અથવા એકક્ષેત્રીય ક્રાંતિકાર અને સર્વક્ષેત્રીય ક્રાંતિકાર તેમજ ક્રાંતિકાર અને સુધારકનું પૃથક્કરણ પણ કરી શકે. : શિબિરમાં અને તે પહેલાંથી પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ સાધુ-સાધ્વી સંન્યાસીઓ માટે “ ક્રાંતિપિય” વિશેષણ વાપરતા હતા, અને સર્વાગી દષ્ટિવાળા જનસેવકે માટે “ક્રાંતદશી ગુણ પણ જરૂરી બતાવાયો હતે; એટલે ચર્ચાયેલ ક્રાંતિકારનાં જીવને ઉપરથી આ બન્ને બળી ક્રાંતિને ધડ લઈ શકે અને પોતાની જવાબદારી અદા નહિં કરવાથી પિતાને અને સમાજ તથા રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે, સમાજ કેટલો અંધકારમાં રહી જાય છે અને વિકાસમાં કેટલું મોટું ગાબડું પડે છે, એની પ્રતીતિ થઈ શકે તે માટે આ મુદ્દા ઉપર સ્વતંત્ર પ્રવચનમાળા અને ચર્ચા વિચારણા શિબિરમાં રાખવામાં આવી હતી - તે ઉપરાંત કેટલાક લોકોના મનમાં એ પણ જામ હજ સુધી સેવાય છે કે ક્રાંતિ એકલી વ્યક્તિ દ્વારા જ થઈ શકે, તે શ્રમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 246