Book Title: Devdarshanadi Dharm Karni Author(s): Bhadrankarvijay Publisher: Chimanlal Mohanlal Zaveri View full book textPage 7
________________ ૬ ] દેવદર્શન દર્શનાદિ માટે શ્રી જૈન શાસ્ત્રોમાં જે વિધિ આદિ પ્રદર્શિત કરેલ છે, તેને યત્કિંચિત સમજાવવા આ પુસ્તકદ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં અજ્ઞાનતાના દોષથી યા પ્રેસ વિગેરેના દેષથી જે કાંઈ અશુદ્ધિઓ રહી જવા પામી હોય, તેને સુજ્ઞ વાચકગણે સુધારીને વાંચવા વિનંતિ છે. - આ પુસ્તક તૈયાર થવામાં પ્રધાન નિમિત્ત, અમદાવાદના વતની અને ધંધાર્થે અંધેરી (મુંબઈ)માં નિવાસ કરતા સુશ્રાવક ચીમનલાલ મેહનલાલ ઝવેરી છે. શ્રી જિનેશ્વરદેવનાં દર્શન-પૂજન-સ્તવનાદિનિત્યકરણીઓની પાછળ ચાલતી અજ્ઞાનતા, અવિધિ અને આશાતનાઓ જેમ બને તેમ ઓછી થાય અને તે ક્રિયાઓ કરનારાઓ સમજપૂર્વક, વિધિપૂર્વક અને આશાતનાએ આદિને ટાળવા પૂર્વક કરે, તે ઘણે લાભ થાય,-એ જાતિના શુભ ઈરાદાથી આ જાતિનું લખાણ કરવાની તેમની ઘણુ વખતની માગણી હતી. તેના ફળ રૂપે આ પુસ્તક તૈયાર થયું છે. આથી આત્માઓ તેને યથાયોગ્ય લાભ ઉઠાવે, એ જ એક શુભાભિલાષા. કરમચંદ જૈન પૌષધશાળા ] વિ. સં. ૧૯૯૮, પોષ સુદ ૧૩ મુનિ ભદ્રંકરવિજય. બુધવાર, તા. ૩૧-૧૨-૪૧ ]Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 238