________________
૬ ]
દેવદર્શન દર્શનાદિ માટે શ્રી જૈન શાસ્ત્રોમાં જે વિધિ આદિ પ્રદર્શિત કરેલ છે, તેને યત્કિંચિત સમજાવવા આ પુસ્તકદ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં અજ્ઞાનતાના દોષથી યા પ્રેસ વિગેરેના દેષથી જે કાંઈ અશુદ્ધિઓ રહી જવા પામી હોય, તેને સુજ્ઞ વાચકગણે સુધારીને વાંચવા વિનંતિ છે. - આ પુસ્તક તૈયાર થવામાં પ્રધાન નિમિત્ત, અમદાવાદના વતની અને ધંધાર્થે અંધેરી (મુંબઈ)માં નિવાસ કરતા સુશ્રાવક ચીમનલાલ મેહનલાલ ઝવેરી છે. શ્રી જિનેશ્વરદેવનાં દર્શન-પૂજન-સ્તવનાદિનિત્યકરણીઓની પાછળ ચાલતી અજ્ઞાનતા, અવિધિ અને આશાતનાઓ જેમ બને તેમ ઓછી થાય અને તે ક્રિયાઓ કરનારાઓ સમજપૂર્વક, વિધિપૂર્વક અને આશાતનાએ આદિને ટાળવા પૂર્વક કરે, તે ઘણે લાભ થાય,-એ જાતિના શુભ ઈરાદાથી આ જાતિનું લખાણ કરવાની તેમની ઘણુ વખતની માગણી હતી. તેના ફળ રૂપે આ પુસ્તક તૈયાર થયું છે. આથી આત્માઓ તેને યથાયોગ્ય લાભ ઉઠાવે, એ જ એક શુભાભિલાષા. કરમચંદ જૈન પૌષધશાળા ] વિ. સં. ૧૯૯૮, પોષ સુદ ૧૩ મુનિ ભદ્રંકરવિજય. બુધવાર, તા. ૩૧-૧૨-૪૧ ]