Book Title: Devdarshanadi Dharm Karni Author(s): Bhadrankarvijay Publisher: Chimanlal Mohanlal Zaveri View full book textPage 6
________________ [ ૫ પ્રસ્તાવના. જોઈએ, તે થઈ શકતું નથી. જે કે-શ્રી વીતરાગદેવ અને તેમની ભક્તિનું સ્વરૂપ ગિઓને પણ અગમ્ય તથા અધ્યા ત્મવેત્તાઓને પણ અગોચર હોય છે, તો પણ બાલજીના હિતને માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ તેને સૌ કોઈ સમજી શકે તેવી ભાષામાં સરળ રીતે સમજાવવા ઓછો પ્રયાસ નથી કર્યો. એના આધારે જ આજે યત્કિંચિત્ આરાધન થઈ રહ્યું છે. શ્રી વીતરાગની ભક્તિ, એ આ વિષમય દુનિયામાં અમૃતને કુંડ છે. એમાં સ્નાન કરનાર આત્મા પાપપંકથી પાવન થયા સિવાય રહેતું નથી. શ્રી વીતરાગની ભક્તિ રૂપી અમૃતના કુંડમાં નિરન્તર સ્નાન કરવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે. તેમાં નિત્ય શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દેવદર્શન કરવું, એ મુખ્ય છે. આબાલવૃદ્ધ સૌ કઈ વડે સહેલાઈથી આચરી શકાય તેવું પવિત્ર ધર્મકૃત્ય છે. એ આત્મા ઉપર લાગેલ કર્મમલને ધોવા માટે એક પ્રકારનું આંતરિક સ્નાન છે. પરમાર્થદશી મહાપુરૂષે ભારપૂર્વક ફરમાવે છે કેનિત્ય શ્રી વીતરાગદેવના દર્શનાદિથી પાપરજ નાશ પામે છે અને પુણ્યસમૂહ એકત્રિત થાય છે. તેથી તે ક્રિયાઓ શ્રી જૈન સંઘ અને ઉપલક્ષણથી સમસ્ત વિશ્વને એકાંત કલ્યાણકર છે. એવી એકાંત કલ્યાણકારિણી કરણ કેવળ રૂઢિ માત્રથી જ થાય અગર સાંસારિક લોભ-લાલચથી જ થાય, તે શાસ્ત્રકારોને ઈષ્ટ નથી. દુનિયાદારીનાં પ્રત્યેક કાર્યો, તેની વિધિથી કરવામાં આવે, તે જ જેમ ફળીભૂત થાય છે, તેમ આત્મશ્રેય અને લકત્તર કલ્યાણને સાધી આપનારાં કાર્યો પણ, તેની વિધિથી થાય તે જ કાર્યસાધક બને છે. શ્રી વીતરાગદેવનાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 238