Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
L: પુષ
ધમધ-ચથમાળા : ૧૭ : હું વેશ્યા છું, પણ હમણાં એક ભતરના સંગથી કુલસ્ત્રી બનેલી છું, તે મારા ઘરને એક ભાગ આપ સુખેથી વાપરે અને અમને રૂડા આચારમાં પ્રવર્તાવે.”
કુબેરસેનાએ આપેલા ઉપ-આશ્રયમાં કુબેરદત્તા અને બીજી સાવીઓ રહે છે અને પ્રસંગોપાત્ત ધર્મને ઉપદેશ કરે છે. એમ કરતાં કુબેરસેનાનું મન મળ્યું, એટલે એક દિવસ બપોરે તે પિતાના પુત્રને સાધવીઓની આગળ જમીન પર રમત મૂકીને ઘરકામમાં ગુંચાઈ, પરંતુ માતા દૂર જતાં તે પુત્ર મેટેથી રડવા લાગ્યું, એટલે કુબેરદત્તા સાધવી તેને છાને રાખવા માટે કહેવા લાગી કેઃ “હે ભાઈ! તું રડમા. હે પુત્ર! તું રડ મા. હે દિયર ! તું રડ મા. હે ભત્રીજા! તું રડ મા. હે કાકા તું રડ મા. હે પૌત્ર તું રડ મા.”
આ શબ્દ બાજુના ઓરડામાં બેઠેલા કુબેરદત્તે સાંભળ્યા એટલે તે બહાર આવ્યા અને કુબેરદત્તા સાધ્વીને કહેવા લાગ્યા કેઃ “હે આય ! આવું અયુક્ત શું બેલે છે? આમ બેલવું તમને શોભતું નથી.” ત્યારે કુબેરદત્તા સાવીએ કહ્યું કે ‘મહાનુભાવ! હું અયુક્ત બેલતી નથી. મારે તે મૃષાવાદ નહિ કરવાનું વ્રત છે.” એટલે કુબેરદત્તે અધિક આશ્ચર્ય પામીને કહ્યું “તે શું તમે કહાં તે બધાં સગપણે આ પત્રમાં સંભવી શકે છે?' કુબેરદત્તા સાઠવીએ કહ્યું કે “હા. તે બધાં સગપણે આ બાલકમાં સંભવે છે, તે આ રીતે–(૧) આ બાલકની અને મારી માતા એક જ છે, એટલે તે મારો ભાઈ છે. (૨) તે મારા ભતરને પુત્ર છે, એટલે મારે પુત્ર છે. (૩) તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com