Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ નવમું : ': ૧૬ : ચારિ વિચાર મેં-માથું ધન આપીને તેને ત્યાં જ રહેવા લાગ્યા. કુબેરસેનાને જોઈતું ધન મળવાથી તેણે અન્ય પુરુષ સાથે મહાબત કરવી છેડી દીધી અને એક કુબેરદત્તમાં જ મન પરેવીને રહેવા લાગી. એમ કરતાં તે એક પુત્રની માતા થઈ. આ બાજુ કુબેરદત્તાએ સંસારના વિષમ સ્વરૂપથી વૈરાગ્ય પામીને પવિત્ર પ્રત્રજ્યા ગ્રહણ કરી અને આકરા તપના ગથી થોડા જ વખતમાં અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ જ્ઞાનના બળથી તે અમુક અંતરે રહેલા પદાર્થોને પણ સાક્ષાત્ જેવા લાગી. તેમાં તેણે મથુરાનગરી જઈ, પિતાના ભાઈ કુબેરદત્તને જે, પિતાની માતા કુબેરસેનાને જોઈ તથા તેને ઉત્પન્ન થયેલા પુત્રને પણ જે. અને તેના મુખમાંથી એકાએક શબ્દો સરી પડ્યા કે “ધિક્કાર છે આ સંસારને ! જેમાં પ્રાણીઓ વિષયાધીન થઈને ગમે તેવું અકાર્ય કરતાં પણ અચકાતા નથી !” પછી તે કુબેરદત્તા સાથ્વી પિતાની માતા તથા ભાઈને ઉદ્ધાર કરવાના હેતુથી અન્ય સાધ્વીઓ સાથે મથુરામાં આવી અને કુબેરસેનાને ત્યાં ધર્મલાભ આપીને ઊભી રહી. એક યુવાન આયને પિતાના અપવિત્ર આંગણામાં કેટલીક સાવીઓ સાથે ઊભેલી જોઈને કુબેરસેના પ્રથમ તે કંઈક સંકેચ પામી પણ પછી હાથ જોડીને નમસ્કાર કરતાં બેલી કે “હે મહાસતી ! મારી કઈ પણ વસ્તુ સ્વીકારીને મારા પર અનુગ્રહ કરો.” ત્યારે કુબેરદત્તા સાર્વીએ કહ્યું કે “અમારે વસતિ(ઉતરવાની જગ્યા)નો ખપ છે. ” આ શબ્દ સાંભળીને કુબેરસેનાએ કહ્યું કે “હે મહાસતી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85