Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 28
________________ ધમધ-ગ્રંથમાળા : ૨૧ : રતનિયાએ કહ્યું: “અલબત્ત. તે બધાને માટે જ હું પાપ કરું છું તે મારાં પાપનાં ભાગીદાર તેઓ કેમ નહિ થાય?' મહર્ષિએ કહ્યું: “તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાને જ ભેગવવું પડશે. જે તેની ખાતરી કરવી હોય તે ઘેર જઈને બધાં કુટુંબીઓને પૂછી આવ કે તારાં કરેલા પાપમાં તેમને ભાગ કેટલે? તું એ પ્રશ્નને જવાબ લઈને આવીશ ત્યાં સુધી હું અહીં જ ઊભો રહીશ.” મહર્ષિના આ શબ્દએ રતનિયાના દિલ પર અસર કરી એટલે તે ઘેર ગયે અને દરેકને પૂછવા લાગ્યું કે “હું જે પાપ કરું છું તેમાં તમારે ભાગ કેટલે? આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની કંઈ પણ બેલી નહિ અને પુત્ર-પુત્રીઓ પણ ટગર ટગર સામું જોઈ રહ્યા. એટલે રતનિયાને ભારે આશ્ચર્ય થયું. “એક સીધી-સાદી વાતને ઉત્તર કેમ કેઈ આપતું નથી?” અને તેણે બધાને એ જ સવાલ ફરીને પૂક્યો, છતાં તેને કંઈ ઉત્તર મળે નહિ ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજી વાર પૂછડ્યો અને જણાવ્યું કે “મારા પ્રશ્નને જે હોય તે ઉત્તર આપે. તે લીધા વિના હું રહેવાનું નથી. તે વખતે બધાની વતી તેના પિતાએ કહ્યું કે “તું જે કંઈ પાપ કરે છે તે બધું તારું જ છે, અમે તે માત્ર તારા લાવેલાં દ્રવ્યના જ ભક્તા છીએ.” આ જવાબ સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં. “શું આ બધાં પાપનું ફલ મારે એકલાને જ ભેગવવાનું છે? તેમાં કઈને કંઈ પણ ભાગ નહિ? ખરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85