Book Title: Charitra Vichar - Samyak Charitranu Swarup
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktivimal Jain Mohan Granthmala
View full book text
________________
નવમું :
: ૩૩ :
ચારિત્રવિચાર બ્રહ્મસત્ય છે અને જગત મિથ્યા છે. “સરાઃ સંતાડી “ખરેખર ! આ સંસાર અસાર છે” “ મા દુઘાવદા”
સર્વે કામભેગે દુઃખને લાવનારા છે” એવાં એવાં વચને ઉચ્ચારવા માત્રથી જ પરભાવ ટળે છે અને સ્વભાવમાં સ્થિતિ થઈ છે, તેમ સમજવાનું નથી. અથવા વસતિમાં રહેવાનું છેડીને જંગલમાં વસવા–માત્રથી કે વિવિધરંગી વસ્ત્રોને વપરાશ છેડીને કેવળ ભગવાં, કેવળ પીળાં કે કેવળ શ્વેત વસ્ત્રો ધારણ કરવા માત્રથી અથવા મસ્તકનું મૂંડન કરી નાખવાથી કે ખુલ્લા પગે ફરવાથી જ પરભાવ ટળે છે, તેમ સમજવાનું નથી, પરંતુ પરભાવ ટળે ત્યારે જ સમજવાને છે કે જ્યારે ઇંદ્રિયના વિષયે અને મનના વિકારે બિલકુલ સતાવે નહિ.
જે સુંવાળાં વસ્ત્રો પસંદ પડતાં હોય અને જાડાં કે ખરબચડાં વસ્ત્રો અકારાં લાગતાં હય, જે સુંવાળી પથારી ગમતી હોય અને ખરબચડી જમીન અરુચિ ઉત્પન્ન કરતી હેય, જે ઊનાળામાં ઠંડકની અપેક્ષા રહેતી હોય અને શિયાળામાં ગરમીની જરૂર જણાતી હોય કે કઈ પણ સ્વરૂપમાં સુંવાળે સહવાસ ગમતું હોય તે સમજવું કે હજી સ્પર્શને જીતી શકાયે નથી, સ્પર્શનેંદ્રિયને જીતી શકાઈ નથી.
જે મીઠાઈઓ પર મન ચેટતું હોય અને જારબાજરી કે મકાઈનાં ઢેબરાં પર નફરત થતી હોય, જે મેવા ને ફળ આરોગવામાં આનંદ આવતું હોય અને મગ-અડદના બાકળા કે જવને સાથે ફાકવામાં અપ્રીતિ ઉત્પન્ન થતી હોય, જે અમુક અંશે ખારું, અમુક અંશે ખાટું અને અમુક અંશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com