Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય, કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્યનાં શિષ્ય શ્રી દેવચન્દ્રગણિરચિત “વન્દ્રનૈવાવિનયવર'નું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સંસ્કૃત ભાષાનિબદ્ધ બારમી સદીમાં રચાયેલ પ્રસ્તુત નાટકની એકમાત્ર પોથી જેસલમેરના જ્ઞાનભંડારમાં સચવાયેલી છે અને તે પણ ત્રુટક છે. એટલે સંપાદનકાર્ય સમય માંગી લે તેવું અને અત્યંત કષ્ટસાધ્ય હતું. તે વિદ્વાન પૂજ્ય મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ હાથ ધર્યું, જે આજે સંપન્ન થઈ પ્રકાશિત થઈ રહ્યું છે તે આનંદનો વિષય છે. પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સંસ્કૃત સાહિત્યના વિદ્વાન છે એટલું જ નહીં પરંતુ પ્રાકૃત અને ગુજરાતી ભાષાના અભ્યાસી છે. તેઓશ્રીએ “લઘુત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર' ગ્રંથનું સંપાદન કર્યું છે. પ્રસ્તુત ગ્રંથનું સમ્પાદનકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે જ પ્રકાશન અંગે માંગણી મૂકી અને પ્રસ્તુત સંસ્થા દ્વારા પ્રકાશન કરવાની અનુમતિ આપી તે બદલ અમે તેઓશ્રીના આભારી છીએ. સંસ્કૃત ભાષાસાહિત્યના વિકાસમાં જૈન ગ્રંથકારોનું પણ આગવું પ્રદાન છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનથી સંસ્કૃત ભાષાના સાહિત્ય-ઉપવનમાં એક નવું પુષ્પ ઉમેરાય છે. સંસ્કૃત ભાષાના રસિક અભ્યાસી અને જિજ્ઞાસુઓ આના પ્રકાશનથી લાભાન્વિત થશે તેવી આશા છે. -પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 156