Book Title: Buddhiprakash 1969 07 Ank 07 Author(s): Yashwant Shukl, Madhusudan Parekh Publisher: Gujarat Vidyasabha View full book textPage 5
________________ ઈ પણ ભેગી કરવામાં આવી છે. આ ઈટ ૧૫ લાંબી, ૧૦ પહોળી અને ક ઊંચાઈવાળી છે, અને તે કેરો- મંડલ સમુદ્રના કિનારાની દક્ષિણ તરફ આવેલા પુપુર (Pumpukar)માં મળી આવેલી છે જેવી છે. ગટર કામ માટેની પકવેલી માટીની નળીઓ, ભિક્ષાપાત્રો (Bowls), તાસકે અને હાડકાના કકડા પણ મળ્યા છે. અરીકમેહુના જેવા જ અટાઈન-વેરના અવશેષો આજુબાજુના વિસ્તારમાંથી વેરાયેલા મળી આવ્યા છે. રામનાં આ અટાઈન-વેર એ “ર સીઝલટા” (terra sigillata = Hilla yang2=Stamped pottery)ના વર્ગનાં છે. ‘ટેરા સીઝલટા'નું મૂળ ભૂમધ્ય સમુદ્રમાં એજિયન સમુદ્રની આસપાસના વિસ્તારમાં રહેલું છે, આ મૃતભાડને સમય ઈ. સ. પૂ.ની પહેલી સદી છે. આ સાથે એક વલયાકાર કવો (Ring Well) પણ પ્રાપ્ત થયો છે. તે સાબિત કરે છે કે આ સ્થળે વસવાટ હતા. - આ બધા પુરાવાઓ ઉપરથી નક્કી શકે છે કે મહાબલિપુરમમાં એક અલગ બંદર હતું અને તેનો ઉલેખ સાહિત્યમાં મળી આવે છે. ઈ. સ. ની ૮ મી સદીમાં થઈ ગયેલા વૈષ્ણવ સંપ્રદાયના અનેક સંતોમાંના એક સૌથી મહાન સંત થી રમગે વરે મામલ્લપુરમને ઉલ્લેખ એક વેપારથી ધીક્તા બંદર તરીકે કર્યો છે, ત્ય થી વહાણો કિંમતી ઝવેરાત, અશ્વો, હાથીએ વ. લઈ જતા હતા. પલરના વિસ્તારમાં શૈવ સંપ્રદાયની પણ સારી અસર હતી, વચલુરના શિવમંદિરમાંના અભિલેખે, જે પલ્લવ રાજા રાજસિંહના સમપના છે (ઈ. સ. ૭૦૦ ૭૨૮) તેમાં પચાસ પદ્ધ રાજાઓની યાદી આપવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આ રાજાઓનું શાસન કાંચીથી દૂર દૂર આવેલા લક્ષદીવ (લક્ષદ્વીપ)ના ટાપુઓ સુધી પ્રવર્તતું હતું. પદ્ધ શિવમી હતા. તે ઉપરાંત શિવધર્મને સંદેશ દૂર પૂર્વ સુધી તેમના દ્વારા પ્રસર્યો હતો. આ અસરને વિસ્તાર અહીં અને બીજા દેશોમાં આ સદીઓમાં થયો હતો, તેને અભ્યાસ કરવો એ ઘણું અગત્યની બાબત છે. ' યતીન્દ્ર છે. દીક્ષિત ફિલસૂફ” (શ્રી ચીનુભાઈ પટવા)ની વિદાય * પાન સેપારી ની હળવી ચટાકેદાર કલમ દ્વારા ગુજરાતમાં અત્યંત લાડીલા બની ચૂકેલા “ ફિલસૂફ” (શ્રી ચીનુભાઈ પટવા)નું અકાળ અવસાન કર્યે જાય તેમ નથી. હૃદયરોગના હુમલા અને બીજા ઑપશનમાંથી અગાઉ પાર ઊતરી ચૂકેલા એમને મૃત્યુની પહેચાન તો થઈ ચૂકી હતી. એક જ કીડની પર એમની જિંદગી નભતી હતી તે પણ નિ િવ બની ગઈ. હૃદયરોગની ઉપાધિ તે ખરી જ છતાં જીવ ને અંત સુધી હસતે મુખે એ જેકસ કરતા રહ્યા અને હસતાં હસતાં જ મૃત્યુ સાથે એમણે હાથ મિલાવી ૯. વા, ગુજરાતને એક વિશાળ વર્ગ તેમની લખાવટ પાછળ ઘેલ હ. “ગોરખ અને મચન્દ્ર”ની શ્રેણિ જ્યારે વર્તમાન પત્રમાં પ્રગટ થતી હતી ત્યારે રાજ કારણના રસિયા વાચકને તે વાંચવાનું વ્યસન પડી ગયેલું અને સત્તાધીશ રાજકારણીઓમાં હલચલ મચી રહેતી. એમની કટાક્ષકલા કેટલીકવાર અંગત આક્રમણ કરનારી બનતી. પરંતુ બહુધા એમની સ્વસ્થ સ્વચ્છ અને તેજસ્વી કટાક્ષધારા ઊંચામાં ઊંચી કક્ષાની ભક્તિથી માંડીને સામાન્ય જનને પણ અનેરી ચમકને અનુભવ કરાવતી, એમણે પ્રયોજેલા “માનાપ્ર” “પાંચમા આઠમા વગેરે શબ્દપ્રયોગ ગુજરાતની પ્રજાના ચિત્તમાં કાયમના સંઘરાઈ ચૂકેલા છે. ફિલસૂફ સ્વભાવે જ ટીખળી, હસમુખા અને રંગીન મનોવૃત્તિવાળા એટલે એમનું મિત્રમંડળ પણ વિશાળ હતું. ગાંધીજીનાં સત્યાગ્રહની હિલચાલમાં પણ તેમણે સક્રિય ભાગ લીધેલ અને જેલ ભેગવેલી. એમના જીવનમાં અને તરવરાટ હતો. શ્રી ફિલસૂફે ત્રણેક દસકા સુધી “ પાનસેપારી ” પીરસ્યાં અને એમાંથી જ એમનાં પુસ્તકો પણ પ્રગટ્યાં ચાલો સોડે સુખી ,એ” “અવળે ખગેથી” વગેરે. નવોઢા” દ્વારા તેમને વાર્તાપ્રયાગ કર્યો; “ શકુન્તલાનું ભૂત” દ્વારા નાટક. એમનાં એ કી હળવાં અને તખ્તા પર મોજથી ભજવી શકાય તેવાં છે–વારંવાર ભજવાયાં પણ છે. શ્રી દિલસૂફની લેખક તરીકેની વિશેષતા એ કે ક્યારેય એમની કલમ અશિષ્ટતામાં સરી પડી નથી. હાસ્યરસનાં ભયસ્થાનોધા એમની કલમ દૂર જ રહી છે. એમનાં લખાણે મોટે ભાગે પ્રાસંગિક છતાં પાનસેપારી’ તેમ જ “ચાલે સજોડે’ની શ્રેણિનાં પુસ્તકોમાં તેમણે રજૂ કરેલાં ગુલાબી સંસાર ચિત્રોનું મૂલ્ય સર્વકાલીન કહી શકાય તેવું છે. ફિલસૂફની કટારલેખક તરીકેની નીડરતા, તેજવિતા તેમની મધુર ભાવભરી વાણી, રમતિયાળ શૈલી, ઉદાર આતિથ્ય, મનમાં રમતું છે તેવું સૌજન્ય, એમનો ગુલાબી સ્વભાવ-આ સર્વનું ! તીવ્ર સ્મરણ થાય છે. મૃત્યુ તેમને બહુ વહેલામાં અઠ્ઠાવન વર્ષની વયે-ઉપાડી લીધા. એમના આ અકાળ અવસાનથી ગુજરાતે એક ગુલાબી હાસ્યકાર ગુમાવ્યો છે અને વિશાળ વાચક વગે એક આત્મીય જન ખેચે છે. મધુસૂદન પારેખ બુદ્ધિપ્રકાર, જુલાઈ ૧૯ ] ૨૪૩Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44