Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 39
________________ ઘૂસતું થયું છે. રશિયા પાસે આજે મોટા સબમરીન કાલે છે અને તેની લડાયક નૌકાએ આજે ભારતનાં બંદરે લાંગરતી થઈ છે. ચીન-રશિયાના વધતા ખટરાગમાં તથા અમેરિકા–બ્રિટનના વિસનના સંદર્ભ માં રશિયાની આ વેગીલી પ્રવૃત્તિ સમજી શકાય છે. રશિયા-ચીન સંઘના કારણે જ આજે રશિયા માટે એશિયામાં રસ લેવા અનિવાર્યું અની ગયે। છે. આથી જ્યારે આપણા વડાપ્રધાન અધાનિસ્તાનની મુલાકાત લઈ રહ્યાં હતાં ત્યારે પ્રેઝનેવે એશિયામાં પ્રાદેશિક કરારા કરવાના પ્રસ્તાવ રજૂ કર્યાં હતા. આવી પ્રાદેશિક સમજૂતીમાં ભારત, પાકિસ્તાન તથા અફધાનિસ્તાનના સમાવેશ થઈ શકે તેમ જણાવાયું હતું. આ વિશે વધારે ચોખવટ કરતાં જોઈ શકાયું છે કે રશિયાના મુખ્ય ઉદ્દેશ ચીન સામે લશ્કરી કરાર નથી, પણ એશિયાનાં રાજ્યે પેાતાના . પગભર થઈ ને એકમેકના સહકાર સાધતાં થાય એ છે. લશ્કરી કરારા વિશેને અમેરિકાને અનુભવ સુવિદિત છે, પરંતુ રશિયા વ્યક્તિગત રીતે એશિયાનાં રાજ્યાને લશ્કરી મદદ આપવા આતુર છે અને એમ કરીને ચીન સામે પેાતાને પક્ષ મજબૂત કરવાની તેની ઇચ્છા છે. ચીનનેા સામને કરવાને રશિયાના આ વ્યૂહ. આપણને આકર્ષીક લાગે તેવા છે, પણ તેમાં ગેાઠવાતાં આપણે આપણી ની તેનું ખન્નિદાન ન આપીએ તે વિશે આપણે સાગર રહેવાનું છે. હિન્દી મહાસાગર અને દક્ષિણ એશિયા વિશે આપણે આપણી જવાબદારીએ અદા કરવામાં પૂરતા તૈયાર ન હોઈ એ તેમ લાગે છે. શૂન્યાવકાશના વિચારને વડાપ્રધાને લગભગ અવગણ્યા છે તેમણે ઉચ્ચારેલી નીતિમાં જેમ પશ્ચિમનાં રાજ્યા ખસતાં બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૬૯ ] જાય તેમ તેમની જગા તંત્ર એશિયાઈ દેશેાએ લીધી તે જ પ્રમાણે હિન્દી મહાસાગરમાં પણુ શૂન્યાવકાશ સર્જાય તેવી શકયતા જણાતી નથી. જો આવા અવકાશ ઊભા થવાના જ હશે તે તેમાં આજુબાજુનાં રાજ્યાએ પેાતાની શક્તિ ખીલવીને પેાતાના ભાગ ભજવવાનેા રહેશે એમ વડાપ્રધાન માને છે. વડાપ્રધાનની જાપાનની યાત્રામાં પણ મુખ્ય સૂર ચીન સામે સંરક્ષગુના ન ડે પણ એશિયાઈ દેશેા વચ્ચે અને ખાસ તેા જાપાન-ભારત વચ્ચે આર્થિક સહકાર અને સંબંધ વિકસે તે હતેા. જાપાન ચીન સાથે સંધ` ઇચ્છતું નથી; તેની સાથે તેના વેપાર સારી રીતે ખીલતેા રહ્યો છે. તેના પેાતાના સંરક્ષણને સવાલ તેણે હમણાં પૂરા તેા અમેરિકા સાથેના કરાર ઉપર જ નિર્ભર રાખ્યા છે. આમ જોતાં ભારતની નીતિ માત્ર ચીન-વિરોધી વિચાર પૂરતી મર્યાતિ ન રહે અને એશિયાઈ દેશેા સાથે વધારે વિસ્તારથી સહકાર સાધવાની રહે તેમ લાગે છે. છેલ્લે, પ્રાદેશિક સમજૂતીના સ્વાંગ પણ બદલાઈ રહેતા જણાય છે. ઈરાન સાથેની ભારતની આર્થિક સમજૂતી આવેા દાખલેો પૂરા પાડે છે. સમગ્ર એશિયા કે દુનિયાને આવરી લેતાં સૈદ્ધાન્તિક ઉચ્ચારાની જગાએ ભારત હવે વધારે વાસ્તવિક, પરિણામદાયી અને નજીકના ભવિષ્યમાં યાગી થઈ શકે તેવી નીતિ અપનાવી રહ્યું છે. પ્રાદેશિક સમજૂતીના આ ઉન્મેષાની સાથે ભારતની આર્થિક પ્રગતિ—ખેતક્રાન્તિ તેમ જ ઔદ્યોગિક પેદાશ સાથેની—જારી રહે તા આવતી કાલ કક ઊજળી બને અને ભારતની વિદેશનીતિમાં પણ કંઈક ઝલક આવે. ૨૯૭

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44