Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 20
________________ પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધર્મ જીવન કુલપતિ ઉમાશંકરભાઈ, આચાર્ય યશવ'તભાઈ, આથી પ્રાક્-સાલકી અને સાલકી એમ એ કાલસન્નારીએ અને સજ્જને ! ખ`ડા કલ્પીને વિચારણા કરવામાં થેાડીક અનુકૂળતા થશે. યુનિવર્સિટી વ્યાખ્યાનમાળામાં ખેાલવા માટે મને નિમ'ત્રણ આપવા સારુ પ્રથમ તે ગુજરાત યુનિવર્સિટીના તથા શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજના આચાર્યશ્રીના આભાર માનવાનું મારું કર્તવ્ય સમજું છું. ‘પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતમાં ધર્મજીવન’ એ વિષય મારા વ્યાખ્યાન માટે નિયત કરવામાં આવ્યા છે. આ શીકનું અર્થઘટન કેવી રીતે કરવું ? વિષયનિરૂપણમાં છેક અર્વાચીન કાળના સીમાડા સુધી આવી જવું એવા એક વિચાર પ્રાર્ભમાં થયા હતા. પણ એક વ્યાખ્યાનની મર્યાદામાં એટલે લખે કાલ-ખ’ડ સમાવવાનું મુશ્કેલ લાગતાં પ્રાચીનકાળથી સેાલક–વાધેલા યુગના અંત સુધીના— ઈસવીસનની તેરમી સદી સુધીના સમય આમાં લેવાનું વિચાર્યું છે. જોકે વિષયનિરૂપણમાં પ્રસંગાપાત્ત એ પછીના સમયના નિર્દેશા પણ ઐતિહાસિક સાતત્યની દૃષ્ટિએ આવા સ’ભવ છે. જે ઐતિહાસિક પુરાવા છે તે ઉપરથી ધર્મ અને સ'પ્રદાયાનાં ઉત્પત્તિ અને વિકાસના તથા સમાજમાં પ્રચલિત ધર્મવિષયક માન્યતાએ અને પરિસ્થિતિને ખ્યાલ આવે અને પ્રવર્તમાન ધજીવન વિષે અમુક અધટને તે દ્વારા કરી શકાય. વળી, પ્રાચીનતર કાળ માટે પ્રમાણેા વિકીણું અને અલ્પ હાર્યું અનુમાનને અવકાશ વિશેષ છે. પ્રતિહાસકાળમાં આ તરફ્ આવીએ તેમ પ્રમાણુસામગ્રી વધતી જાય છે. ભોગીલાલ જ. સાંડેસરા * ગુજરાત યુનિવર્સિટીની વિધાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં, શ્રી હ. કા આ કોલેજ, અમદાવાદમાં તા. ૧૧ મી ફેબ્રુઆરી ૬૯નીાંજે આપેલું વ્યાખ્યાન, ૨૫૦ ગુજરાતમાં પ્રચલિત આર્યધર્માંની મુખ્ય ત્રણ શાખાઓ હતી : બ્રાહ્મણુ, જૈત અને બૌદ્ધ બ્રાહ્મણ ધર્મો વળી શૈત્ર અને વૈષ્ણુવ એ બે સંપ્રદાયમાં વહેંચાયેલા હતા. ( સૌર સ ́પ્રદાયના સમાવેશ વૈષ્ણવ સાથે કરવાનું ઉચિત થશે). ક્ષત્રપ એ ગુજરાતનેા એક પ્રાચીન રાજવશ છે. મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ. સ. ૧૫૦ લેખ ગિરનારની તળેટીમાં આવેલા એક ખડક ઉપર છે, જ્યાં શાક અને સ્કન્દગુપ્તના લેખા પણુ છે. રુદ્રદામન, રુદ્રભૂતિ, રુદ્રસિંહ વગેરે નામે ઉપરથી ક્ષત્રપ અથવા નિદાન એમાંના અમુક વર્ગ શિવભક્ત હશે એવું અનુમાન થાય છે. ક્ષત્રપે। આમ તેા વિદેશી હતા, પણ તેમને કાઈ વિશિષ્ટ લક્ષણાવાળો મૂળ ધમ હતા કે કેમ અથવા એવા ધર્માં તેઓ સાથે લાવ્યા હતા કે કેમ એ નક્કી કરવું શકય નથી. શકેાના વંશજ એવા પશ્ચિમ ભારતીય ક્ષત્રપાનું લગભગ સંપૂર્ણ ભારતીયકરણ થઈ ગયું હતું. ચાજીત આદિ વશાના વીસ જેટલા પુરુષોમાંથી નવ પુરુષોનાં નામના પૂર્વાર્ધમાં ‘રુદ્ર’ શબ્દ છે. ક્ષત્રપ જયદામાના તાંબાના ચેારસ સિક્કા ઉપર રૃાભ અને શિવનાં પ્રતીકે છે. સ્વામી જીવદામાના માળવામાંથી મળેલા શિલાલેખમાં તે પાનાને સ્વામી મહાસેન અર્થાત કાર્તિકેયને ઉપાસક ગણે છે. ભારતનું એક અતિપ્રાચીન શૈવ તી સેામનાથ ગુજરાતમાં છે. અતિહાસિક પરપરાએ અને પૌરાણિક અનુશ્રુતિએ સંકલિત કરતાં એમ ફલિત થાય છે કે સેામ અથવા સામશર્મા નામે કાઈ પ્રભાવશાળી [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ ’૬૯

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44