Book Title: Buddhiprakash 1969 07 Ank 07
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 21
________________ ઐતિહાસિક વ્યક્તિ હતી, જેણે સામનાથનું મન્દિર બંધાવ્યું અને પેાતાની સંપ્રદાયપર પરા સ્થાપી. સામે એ સ્થાન પાશુપતાને અર્પણ કર્યું. એમ પ્રભાસના એક શિલાલેખમાં નિર્દેશ છે તે વાસ્તવિક લાગે છે, કેમકે સૈકાઓ સુધી સેામનાથ એ પાશુપત આચાર્યાંનું મુખ્ય સ્થાન હતું અને સાલકીયુગમાં સેામનાથના ગંડ અથવા રક્ષક પાશુપત આચાર્યાં હતા. પુરાણેામાં સામશર્માને રુદ્ર-શિવના ૨૭ મા અવતાર અને શૈત્ર માર્ગના પાશુપત સંપ્રદાયના પ્રવર્તક લકુલીશને ૨૮ મા અવતાર ગણ્યા છે. લકુલીશ અથવા નકુલીશના જન્મ મધ્ય ગુજરાતમાં કાયાવર।હણુ અથવા કારવણુમાં થયા હતા. લકુલીશની મૂર્તિએ ધણી મળે છે; એ બતાવે છે કે ગુજરાતમાં અને ગુજરાત બહાર પાશુપત સંપ્રદાયના ઠીક પ્રચાર થયા હતા. ‘કારવણમાહાત્મ્ય' એ તેા પ્રમાણમાં અર્વાચીન કાળમાં રચાયેલી, તી માહાત્મ્ય વર્ણવતી સંસ્કૃત કૃતિ છે, પણ પાશુપત સ`પ્રદાયનું સાહિત્ય સારા પ્રમાણમાં રચાયું હશે, જેમાંથી ભાસજ્ઞકૃત ‘ગણુકારિકા' એ પ્રાચીન ગ્રન્થ બચ્યા છે. ગુપ્તયુગીન ગુજરાતની ધા`િક સ્થિતિ પરત્વે જે અલ્પ અતિહાસિક સાધના છે એમાંથી શૈવધર્મ પરત્વે કઈ નોંધપાત્ર જાણવા મળતું નથી, પણ પૂર્વકાલીન ધાર્મિક પરિસ્થિતિનું સાતત્ય રહ્યું હશે એ સ્પષ્ટ છે. મૈત્રકકાલીન ગુજરાતમાં જુદા જુદા સંપ્રદાયામાં સૌથી વધુ પ્રચલિત શૈવ અથવા માહેશ્વર સંપ્રદાય હતા, અને મૈત્રકવંશના એ સિવાય બધા રાજાએ પરમ માહેશ્વર' હતા, એથી ઉપર્યુક્ત વિધાનને ટકા મળે છે. શિવ સાથે શક્તિનાં વિવિધ રવરૂપેાની પૂજા એ યુગમાં પ્રચલિત હતી એમ કહેવા માટેનાં પણ પ્રમાણેા છે. કૃષ્ણ વાસુદેવ અને યાદવા મથુરાથી નીકળી દ્વારકા અને આસપાસના પ્રદેશમાં વસ્યા ત્યારથીશ્રીકૃષ્ણના જીવનકાળમાં તેમ જ તેમના દેહાત્સગ પછી વાસુદેવપૂજાને અનુકૂલ વાતાવરણ પ્રાચીન ગુર્જર દેશમાં પેદા થયું. શ્રીકૃષ્ણે વિષ્ણુના અવતાર ગણાયા. ભારતનું મહાન શવ તી સામનાથ ગુજરાતમાં તેમ અનિપ્રાશ, જુલાઈ ૧૯ ] એવું જ વૈષ્ણુવ તી દ્વારકા ગુજરાતમાં ક્ષત્રપકાળમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પ્રચાર વિષે સ્પષ્ટ પુરાવા નથી, પણ જનસમાજમાં વિષ્ણુભક્તિ પ્રચલિત હતી એમ માનવું ચેાગ્ય છે. એ પછીના સમયમાં ગુપ્ત રાજાએ પરમ ભાગવત–વૈ ગુવ હતા અને સસ્કૃત ભાષાના પક્ષપાતી હતા. મહાભારતની સકલના સ ́ભવતઃ ગુપ્તયુગમાં થઈ હતી, અને વાયુપુરાણ આદિપુરાણા તથા કેટલાક સ્મૃતિગ્રન્થા તે સમયે પ્રચારમાં આવ્યા હતા. એમાં નિરૂપિત આદર્શોએ સમસ્ત સમાજ ઉપર ઊંડી અસર કરી હતી. એ બધી વિશેષતાઓ ગુપ્ત રા^એ અને તેમના અધિકારીઓ દ્વારા ઓછાવત્તા પ્રમાણમાં ગુજરાતમાં દાખલ થઈ હશે અને પરમ ભાગવત ગુપ્તાને અભિમત વૈષ્ણવ ધર્માંતા ગુજરાતમાં પ્રચાર થયેા હશે. સ્કન્દ ગુપ્તના ગિરનારની તળેટીમાંના લેખમાં સુદર્શન સરાવરને કાંઠે વિષ્ણુનું મદિર બંધાયાનેા ઉલ્લેખ છે. ગુપ્તકાળમાં વિકસેલા ભાગવત સંપ્રદાયનું સાતત્ય મૈત્રકકાળમાં પણ ચાલુ રહ્યું હતુ. મૈત્રક રાજાઓને કુલધર્માં માહેશ્વર હોવા છ;ાં ધ્રુવસેન ૧ લેા પરમ ભાગવત થયેા હતેા. ગારુલક વશના રાજાઓ, જેમના કુલની ઉત્પત્તિ વિષ્ણુના વાહન ગરુડ સાથે સાંકળવામાં આવતી, તેઓ પરમ ભાગવત હતા. દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક રાજાએ ભાગવત ધર્માનુયાયી હતા. પ્રભાસપાટણ પાસેના કદવાર ગામનું પ્રાચીન મન્દિર ભાગ વત ધતું મૈત્રકકાલીન મન્દિર હોવાનું જણાય છે. એમાં હાલ માત્ર વરાહાવતારની મૂર્તિ છે, પણ મૂળે ત્યાં દસે અવતારેાની મૂર્તિ હશે એમ અભ્યાસીએનું માનવું છે. સૂર્યપૂજા પણુ ગુજરાતમાં પ્રચલિત હતી. પ્રભાસમાં સૂ`પૂન્ન થતી એવા ઉલ્લેખ ‘મહાભારત’, વનપ, અધ્યાય ૧૩૨ માં છે. પ્રભાસમાં આજે પણ જૂના સૂર્યમંદિરના અવશેષ છે. પ્રભાસનું ખીજું નામ ભાસ્કરક્ષેત્ર છે. ‘ નિશીથસૂત્ર'ની ચૂર્ણિમાં આનંદપુરનું ખજુ' નામ અથલી આપ્યું છે. ‘ અક` ' એટલે સૂર્યાં. ‘ અર્ક સ્થલી' નામનું નિવ`ચન એક જ રીતે શકય છે, અને તે એ કે પ્રાચીનકાળે ૨૫૯

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44