Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ ૧૪ પંડિત શ્રી ઉત્તમવિજયગણી, ૧૪૮ ૨ મન વચન અને કાયાથી અસત્ય બોલવું નહિ, બોલાવવું નહિ, અને કઇ બેસે તે સારું માનવું નહિ, ૩ અદત્ત લેવું નહિ, લેવરાવવું નહિ, અને લેનારને સારા માને નહિ. ૪ સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૫ પરિગ્રહને ત્યાગ કરે. આ પાંચ સાધુના વ્રતને મહાવત એવું નામ આપવામાં આવ્યું છે. દીક્ષા લેતી વખતે દરેક સાપુએ યાવતજીવને તેને ત્યાગ કરવાના નિયમ લેવા જોઈએ, તે પ્રમાણે ઉત્તમવિજચછએ તે વ્રત અંગીકાર કર્યો. સંવત ૧૭૮૮ નું ચોમાસું અમદાવાદમાં પ્રેમાપુરમાં શ્રી જિનવિજયજી ગુરૂની સાથે કર્યું. એ ચોમાસું ઉતરતાં ગુરૂસહ તેઓ સુરત આવ્યા. તે વખતે આચાર્ય શ્રી વિજય દયા સુરિ સુરતમાં હતા તેમણે તેઓને દેદિપ્યમાન ત્યાગ વૈરાગ્ય જોઈ ઘણે આદસ્યકાર કર્યો. સુરતમાં શ્રી ધર્મનાથ, શ્રી સંભવનાથ, શ્રી શાંતિનાથ, શ્રી ઋષભદેવ, શ્રી મહાવીર સ્વામી, શ્રી અજિતનાથ વગેરેના મંદિરયાત્રા કરી. નદિશ્વરદિપના દેહેરે ઓચ્છવ થશે. જેમાસાને અવસર આવ્યું તે વખતે આચાર્ય શ્રી જિનવિજયજીને ચોમાસું કયાં રહેવા વિચાર છે, તે પૂછ્યું. ગુરૂએ પાદરામાં ચોમાસું રહેવાની આજ્ઞા માગી, અને ગુરૂએ આપી. શ્રી જિનવિજ. યજી પાદરે પધાર્યા, તેમની સાથે શ્રીઉત્તમવિજયજી અને તેમના ગુરુભાઈ પણ હતા. સંઘના આગ્રહથી શ્રી ભગવતીસૂત્ર વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું. અને ઉત્તમવિજયને ગુરૂએ નંદીસર વંચાવ્યું. શ્રાવણ સુદી ૧૦ ના દિવસે શ્રી જિનવિજયજી કાળધર્મ પામ્યા. તેથી શ્રી ઉત્તમવિજયજી પિતાના ગુરૂદ્ભાઈ સાથે ચોમાસું પુરૂ કરી ખંભાત આવ્યા, ખંભાતમાં ઉપધાન વેહવરાવી આચાર્યના આદેશથી પાટણ આવ્યા. ત્યાં પણ ઉપધાનની ક્રિયા કરાવી, તે માલ પહેરાવી, પાટણથી ભાવનગર આવ્યા. ત્યાં શ્રીદેવચંદજી મહારાજને આદરપૂર્વક તેડાવ્યા. તેમની પાસે શ્રી ભગવતીસૂત્ર, પન્નવણ અનુગાર, વિગેરે શાસ્ત્રને અભ્યાસ કર્યો. શ્રી દેવચંદજીએ તેમની લાયકાત અને ગુણ જોઈને સવે આગળ વાંચવાની આજ્ઞા આપી. તે વખતમાં ભાવનગરમાં કુંવરજી લાધા નામના શેઠ ઘણી ભક્તિ કરતા હતા. ભાવનગર હતા તેવામાં સુરતથી શેઠ કચરા કાકા શ્રી સિદ્ધાચલજીના સંધ લેઈ આવ્યા, તેમની સાથે શ્રી ઉત્તમવિજયજી પણ શ્રી સિદ્ધાચલજી પધાર્યા. શ્રી સિહાચળજી ઉપર અનંતા મુનિ સિદ્ધપદને પામેલા હોવાથી તે તિર્થની યાત્રા કરવાથી તેમને ઘણો હર્ષ થયો. ત્યાંથી રાજનગર આવ્યા, અને સંવના આગ્રહથી બે માસાં કર્યો. ત્યાં શ્રી ભગવતીસૂત્ર વ્યાખ્યાન વાંચતા. એ ચોમાસા દરમ્યાન બે જણાએ તેઓની પાસે દીક્ષા લીધી. ઉપધાન વહનની ક્રિયા શ્રાવક શ્રાવિકાએ કરી, તેમને માલ પહેરાવી, સુરતના શેઠ કચરા કાકા તથા લક્ષ્મીચંદ હીરાભાઈ વગેરે સાથે સુરત પધારવાને વિનતી કરી, અને આચાર્યના આદેશથી અમદાવાદથી સુરત આવવા નીકળ્યા. વચમાં બેડા, પાદરા, ભરૂચ વિગેરે માતા પ્રદેશમાં ઉપદેશ દેતા સુરત પધાર્યા, ત્યાંના સંઘના અતિ આ ગ્રહ અને આચાર્યના આદેશથી સુરતમાં બે ચોમાસા કર્યો. ત્યાં વ્યાખ્યાનમાં શ્રી પન્નવણ સૂત્ર વાંચતા હતા, ઉપધાન વહનની ક્રિયા કરાવી માળા પહેરાવી. સંધે ઘણા ઓચ્છવ મહા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38