Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. | મીટસ બુસેન કઈશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ એકીસ જ્યારે પહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેબના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાયતી અને જાપાની બનાવટની તીજોરીઓ ખરીદી, એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નહાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગોદરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટ હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની ઓફીસે તુરતાતુરત અગીઆરસે રૂપીઆની એક મોટી ગોદરેજની તીજોરી ખરીદી. આવી રીતે આગ થવા પછી કુવે ખેદાવવાનું’ કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં વટ લેધમની કંપનીની ઓફીસમાં મોટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી એફીસમાં હતી અને તેને જે અનુભવ સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગોદરેજની મેટી સાત તીજોરીએ અહીંની તેમજ કરાંચીની ઓફીસ માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણાક નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણાકો પોતાને યા પાડોસીને ત્યાં ચોરી થવા પછીજ ગોદરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડેવીડના જેટલી સાવચેતી થોડાકજ રાખતા હો. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં જરાને નુકસાન થયું હતું નહીં તેવુ’ તરત પોતાની પાસની જાણીતા વિલાતી મેકરોની હજારોની કીંમતની પાંચ તીજોરીઓ લીલામથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી. હિંદુસ્તાન અને અરમાની સેવીંગ બે કોના ચોપડા રાખવા માટે સરકારને થોડા વખત ઉપર 372 ફાયરપ્રુફ તીજોરી જોઇતી હતી તે વખતે જુદા જુદા મેકરની તીજોરીઓ ગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગોદરેજની તીજોરીમાં કાગજે સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સઘળું મળી જવાથી 372 તીજોરીઓને ઓર્ડર ગોદરેજને આપવામાં આવે તે. કારખાનું-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા-રીરીરાહે અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 36 37 38