Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ પંડિત શ્રી ઉત્તમવિજયગી. ૨૦૧ સંવત ૧૮૨૭ ના માહા માસમાં તેઓશ્રીને તાવ લાગુ પડે તે નવ દિવસ સુધી તાવ ઉતર્યો નહિ. જવરની પીડા સખ્ત હતી તે પણ તેમના મન ઉપર કંઈ અસર થઈ ન હતી. મહા સુદ ૮ રવિવારને દિવસે શુભ માનપરાયણ ચઢતા પહેરે તેઓશ્રી નિર્વાણ પામ્યા. શ્રી ઉત્તમવિજયજી મહારાજનો જન્મ કયી સાલમાં થશે તે જણાતું નથી, પણ અડત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, અને સંવત ૧૭૮૮ ના વૈશાખ માસમાં દીક્ષા લીધી હતી, તેથી સંવત ૧૭૬૦માં તેમનો જન્મ હૈ જોઈએ, એમ લે છે. ગૃહસ્થાવાસમાં તેઓને શાસ્ત્રને અભ્યાસ પંડિત શ્રી દેવચંદજી મહારાજે કરાવેલો હો, તેથી શ્રી ઉત્તમવિજયજી આગળ જતાં ગીતાર્થ થઈ ઘણું છને પ્રતિબંધ આપવાને સમર્થ નિવડ્યા હતા, અને ઘણું શિષ્યોને દીક્ષા આપી હતી, જેમાં મુખ્ય શ્રી પદ્મવિજયજી છે. શ્રી પદ્મવિજયજી કેવા સમર્થ થઈ ગયા છે, તે આપણે તેમના ચરિત્રથી જાણીશું પણ એટલું તે જણાય છે કે શ્રી વિજયજી ઘણે કાળ તેમની સાથે હતા અને ઉત્તમવિજયજીએ જતે તેમને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હતે. - વર્તમાનમાં એવી વ્યવસ્થા ચાલે છે કે, સાધુ મહારાજે પોતાના શિષ્યોને જાતે નહિ ભણાવતાં શરૂવાતથીજ પંડિત રાખી ભણાવવાને તજવીજ કરે છે. પંડિત ઘણે ભાગે બ્રાહ્મણ વર્ગ પૈકીના હોય છે. જેમને જૈન દર્શન ઉપર પ્રાયે ઓરમાન મા જેવી પ્રીતિ હેય છે. સગી માના અભાવે ઓરમાન માથી જે પ્રજાને ઉછેરવાને દૈવયોગે પ્રસંગ આવે છે, તેમની કેવી ગતી થાય છે તે સર્વના જાણવામાં છે. તે સ્થિતિ વર્તમાનમાં નવ દિક્ષીત જૈન સાધુઓની થઈ છે. પંડિત ઘણે ભાગે ગૃહરથ હેય છે, તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરવાને એટલે ભણનારે ગૃહસ્થનો વિનય ગુરૂ જેટલો જ કરે જોઈએ. જો તેવો વિનય સાચવ્યા શિવાય વિદ્યા ગ્રહણ કરે તે અતિચાર લાગે. બેશક જે વિષય ગુરૂ મહારાજ ન જાણુતા હોય અથવા જેને અભ્યાસ ગુરૂએ કર્યો ન હોય તેવા વિષયે ગમે તેની પાસે શિખવાને ગોઠવણ કરી આપવામાં આવે છે તે વાત જુદી છે, પણ જે વિષય ગુરૂ - થતા હોય તેવા વિષયે પોતાના શિષ્યોને શીખવવાને શા માટે પંડિતની ભેજના કરવી જોઇએ? ગુરૂ મહારાજ ગમે તેવા વિદ્વાન હોય છતાં જે તે પિતાના શિષ્યોને ભણાવિવારે અને કેળવવાનો પ્રયત્ન કરે તે પછી તેમણે મહેનત કરી મેળવેલા જ્ઞાનને વિશેષ છે ઉપયોગ થવાનો હતો? પંડિત દેવચંદજીએ પુંજાલાલને ઈંગિત આકારથી સુપાત્ર જાણી શાસ્ત્રાભ્યાસ કરાવવાને માટે જાત મહેનત લીધી, એ ઉપરથી પૂર્વે પોતે મેળવેલા જ્ઞાનને બીજાઓને લાભ આપવાને કેટલો ઉપકાર કરતા હતા, એ જાણવા જેવું છે. એ ગુણ એ ગ્રહણ કરવા જેવો છે. વ્યાખ્યાન અવસરે અથવા જાહેર વ્યાખ્યાનમાં સારા વ્યાખ્યાનકાર થવા ઉપરાંત જૈન તત્વજ્ઞાનના નવીન નવીન અભ્યાસીઓ તૈયાર કરવાનું વિધાન મુનિરાજે જ્યારે મહે. નત લેશે ત્યારેજ આપણુમાં તત્ત્વજ્ઞાનીઓ મળી આવશે. જ્યારે સંખ્યાબંધ તત્વજ્ઞાનીઓ મળી આવશે ત્યારેજ જૈનમાંથી મિથ્યાત્વનો નાશ થશે. એટલે જેટલે અંશે મિથ્યાત્વને નાશ થશે તેટલે તેટલે અંશે જૈન ધર્મનો ઉદ્યત થશે, મિથ્યાત્વની પ્રવૃત્તિ સાથે જૈન ધર્મના ઉતની જે વાતે જાહેરમાં મુકાય છે, તે ક્ષાર ઉપરના લીંપણ જેવી છે. આપણુ ચરિવ નાયકે ગૃહસ્થદશામાં શાસ્ત્રને કેટલે અભ્યાસ કર્યો હતે, તેમજ પિતાના જ્ઞાનમાં વધારો કરવાને તેમણે કેટલી મહેનત લીધી હતી એ ખાસ જાણવા જેવું છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38