Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા, ૨૧૫ ગૃહિણી તરીકે સ્ત્રીઓના કાર્યક્ષેત્રના જુદા જુદા વિભાગ પાડી શકાય. પ્રથમ તે કુટુંબને રહેવા માટે કેમ ઘરબાર સાચવવાનું, કુટુંબનું અપષણ કરવાનું, પહેરવા યોગ્ય કપડાંની વ્યવસ્થા રાખવાની, કુટુંબમાં જે પરતંત્ર વ્યક્તિ છે જેવાં કે બાળક, માંદાં માણસ, અને વૃદ્ધજન, તેમની સંભાળ રાખવાની. બીજા વિભાગમાં કુટુંબની સામાજીક, નૈતિક, અને એગિક ભાવના સંબંધી કેબેને સમાવેશ થાય છે. આવી રીતે આ બે પ્રકારનાં કર્તવ્ય માટે સ્ત્રીઓને નીચેના વિષે સંબંધી જ્ઞાન મેળવવાની જરૂર છે.—–ઘર, ખોરાક, કપડાં લત્તાં, બાળકની સંભાળ, માંદાંની માવજત, અકસ્માતના તાકાળિક ઉપાય, વ્યવહાર અર્થશાસ્ત્ર ( Home and Social Economics. ) ઘર-યુના માટીથી બનેલું ઘર, અને ઘરમાં વસનારું કુટુંબ એ બેને સંબંધ એટલે નિકટ છે કે એ બે વિષે જૂદ વિવેચન થાય નહિ. બહારને દેખાવ, અને અંદરની ભાવના, કે જે ગૃહવ્યવસ્થામાં મૂર્તિમંત થાય છે, તેને અરસ્પર સંબંધ એટલો બધો છે કે ઘરમાં રહેતી વસ્તુઓ, રાચરચીલું, ઈત્યાદિ ઉપરથી ઘરમાં વસનાર કુટુંબની પ્રકૃતિ સમજી શકાય છે. જે ઘરમાં મનુષ્યને રહેવાનું થાય છે, તેની અસર તેની બુદ્ધિ અને નીતિના વિકાસમાં જેટલી થાય છે, તેટલી બીજા કશાથી થતી નથી, તેમાં જે સામાન્ય ગૃહની વ્યવસ્થા જે કોઈ સુસંસ્કૃત ગૃહિણીને હસ્તક હોય તો તેને લાભ અત્યંત છે એ નિર્વિવાદ છે. સામાન્ય રીતે ઘર નીભાવવામાં ગૃહનું આરોગ્ય, ગૃહને શણગાર, રાચરચીલાની વ્યવરયા, અને ગૃહવ્યસ્થા એટલા ઉપર ગૃહિણીને નજર રાખવાની છે. હવે આ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ? સામાન્ય વિષ–ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વાંચન, વ્યાકરણ, શિવણકામ એટલા સંપૂર્ણ શીખ્યાં પછી પંદરમા વર્ષથી બાળાઓને બે વર્ષ સુધી ખાસ શિક્ષણ આપવાની અગત્ય છે. તે બે વર્ષમાં ગૃહિણીને ગ્ય શિક્ષણ આપ્યાથી ઇષ્ટ પરિણામ આવી આશા છે.* હવે ઉપર જે વિષયે કહ્યા છે તે શીખવવા માટે ક્રમ કાંઇક વિસ્તાર સહિત આપીશું. ૧, ગૃહનું આરોગ્ય ઘરના આરોગ્ય સંબંધી જ્ઞાન સંપૂર્ણ રીતે મેળવવા માટે કેમેસ્ટ્રી, ફઝીકસ, બૅક્ટરીઓલજી એ વિષયની સામાન્ય માહિતી, અને ઘરની શીતળતા, ઉષ્ણુતા, પ્રકાશ, હવાની આવજાવ, પાણીને હેળાવ, એ વિગેરે સાથે એ સર્વને કેટલે સંબંધ છે તે જાણવાની અગત્ય છે. કેવી જગાએ ઘર લેવું જોઈએ, તેમાં કેવી સગવડ રાખવી જોઈએ, અને તેની સંભાળ કેવી રીતે રાખવી તે, આરોગ્ય સચવાય તેવી જગ્યા, પુરતુ સ્વચ્છ પાણી, ઘરની આસપાસ તેમજ ઘરની અંદર વપરાતી દરેક વસ્તુ, રાચરચીલું સાં અત્યંત સુઘડતા એ સર્વનું મૂળ વૈજ્ઞાનિક નિયમોમાં રહેલું છે. તે નિયમો વ્યવહારમાં મૂકવા માટે ચોક્કસ અભ્યાસ કરવામાં આવે તે દેશના આરોગ્યની સ્થિતિ ઘણે અંશે સુધરે. ૨. ગૃહની શાભા-રાચરચીલું– ઘરને સાદી રીતે શણગારવું, તેમાં રાચરલું વચનાથી ગઠવવું એ સર્વ સ્ત્રીઓને જાણવાની જરૂર છે. જુજ સામાનમાંથી સામાન્ય વસ્તુઓ લઈને ઘરને દીપાવવું એ એક કળા છે, ને તે ઘણું ઘેડને આવડે છે. સ્વરછતાથી, કળાથી શણગારેલું ઘર આનંદનું સ્થાન છે. પુરૂષ તેમજ બાળક વર્ગ સહુનું વિશ્રામ સ્થળ • નીચે બતાવેલા સર્વે વિષ સ્વભાષામાં શીખવવા.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38