________________
સ્ત્રી શિક્ષણ તથા ગૃહવ્યવસ્થા.
૨૧૮
-
-
-
તે ઘણી તીક્ષ્ણ હોય છે. અને જે તેની પાસે પૂરતાં સાધન ન હોય તે તેને જાણે પિતાને જ દેય હાય તેટલું જ સહન કરવું પડે છે. ભવિષ્યની જીંદગી માટે સજજ થવાને બાળક વયમાં યોગ્ય સંભાળ એ દરેક બાળકને વ્યાજબી હા છે, એ સર્વે કોઈ કબુલ કરશે પરંતુ સામાન્ય બાળકને સામાન્ય ઘરમાં તેવી સંભાવના નિશ્ચય મળે જ એ મુશ્કેલ છે. આ મુશ્કેલી દૂર કરવાનો ઉપાય એ જ છે કે પુખ્ત ઉમરની બાળાઓને આ વિષયનું ચેક્સ પદ્ધતિવાળું શિક્ષણ આપવું.
આ શિક્ષણ ક્રમમાં બાળકનું પણ તેનું આરોગ્ય,--તેમાં તેને ન્હાવાનું, કપડાં, ઉંઘ, કસરત, સ્વરછ હવા, નિયમિત ટેવ, અંગની તેમજ આસપાસની સ્વચ્છતા, બાળકના રોગ, અને અકસ્માત, તેના ઉપાય, તેના પઠની પસંદગી, બનાવટ, અને સંભાળ એટલા વિષયને સમાવેશ થાય તેમાં બાળકની Psychology ને પણ ચોક્કસ જુદા અભ્યાસને સમાસ થવું જોઈએ.
જે ગૃહશિક્ષણનું પરિપૂર્ણ સુકુળ ઈષ્ટ હોય તે બાળકની શારીરિક જરૂરીઆતેની સમજ ઉપરાંત તેની માનસિક ખીલવણીની ઉત્તરોત્તર સ્થિતિ, ઉચ્ચ ભાવના ઉત્પન્ન કરવાની અત્ય, યોગ્ય માર્ગ દરાએલા મને બળની કદર અને માનસિક તેમજ નૈતિક આચરણની સારી ટેવ પાડવાની જરૂરીઆત એ સર્વની સમજની આવશ્યકતા છે. - ૧૩, સામાન્ય માવજત અને અકસ્માતે--કુટુંબનાં માંદાં અને અશક્ત માણ રની સારવારનું સામાન્ય જ્ઞાન, ગૃહવ્યવસ્થામાં ઘણું ઉપયોગી છે. એની અંદર સાધારણ રોગનું અને ઘરગથ્થુ દવાનું જ્ઞાન, માંદા માણસના એરાની, તેની પથારીની સંભાળ, રોગની માવજતતેને નવડાવવાનું, જંતુનાશક દવાઓ એન્ટીસેપ્ટીક વિગેરેનું જ્ઞાન જરૂર છે.
અકસ્માતના શિક્ષણુમાં ઘા પડયો હોય, બળવું, દાઝવું, બેશુદ્ધિ, ઝેર લીધું હોય તે વખતે તથા જૂદી જૂદી જાતના અકસ્માત થાય તે વખતે શા ઉપાય તત્કાળ લેવા તેને સમાવેશ થાય છે.
૧૪અર્થશાસ્ત્ર–કુટુંબની ગૃહિણી તરીકે સ્ત્રીઓને હસ્તક નીતિનું, સામાજીક, અને
ગિક સુકાન રહેલું છે. આ બાબતનું ભાન જેકે ઘણાં છેડાને હોય છે પણ તેથી તેની જવાબદારી કાંઈ ઓછી થતી નથી. સ્ત્રીઓને મળતા પ્રસંગને યોગ્ય ઉપગ અને કર્તવ્યપરાયણતા ગૃહને તેમજ જનસમાજને ઘણી મહત્વની છે.
વસ્તુસ્થિતિ શી છે, તેમાં શા ફેસ્કિાર આવશ્યક છે, તેની માહિતી મેળવવાની જરૂર છે. અને તેને માટે સામાજીક જરૂરીઆત, જવાબદારી, કુટુંબની તેમજ સમાજની રૂઢિ, કુટુંબ તેમજ સમાજના અરસ્વરસ નૈતિક ધર્મ એ સર્વનું જ્ઞાન જરૂરનું છે.
કુટુંબમાં અનેક પ્રકારની વસ્તુઓને ખ૫ રહે છે, અને સ્ત્રીઓને હસ્તક ઘણીખરી ખરીદી થાય છે, તે તે સંબંધે કેટલીક માહિતી આવશ્યક છે.
દિવસે દિવસે કુટુંબની જરૂરીઆતે વધતી જાય છે, અને તેને લીધે વેપારી વર્ગને ભ વધતો જાય છે તેથી વસ્તુની બનાવટ નિર્માલ્ય થતી જાય છે. ધનવાન કુટુંબ સાથે સામાન્ય કુટુંબની સ્પર્ધાની રીત વધી ગઇ છે, અને દુનિયાદારીની મોટાઈનું બેટું ધોરણ થઈ ગયું છે. આ સર્વને ગંભીર વિચાર કરીને સાદાઈ અને માતાચાર રહેણીમાં સાદાઈ અને વર્તનમાં ઉચ્ચતા એ બધ બાળકોને આપવાનો છે. તે ઉપર લખેલી સર્વ બાબતોની માહિતી સ્ત્રીઓને આવશ્યક છે, કારણ કે કુટુંબમાં રહેણુકરણનું રણ બાંધનાર સ્ત્રી છે.