Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૨૧૮ બુદ્ધિપ્રભા ૧૧ કપડાં કપડાંની જાત, ટકાઉપણું, તેમની ખરી કિંમત, તેમની સંભાળ, રંગા જાતનું એમ મિશ્રણ, તેને યોગ્ય ઉપયોગ, અને કુટુંબને માટે ઘરગથ્થુ કપડાં તૈયાર કર વાની રીત એટલાનું જ્ઞાન જરૂરનું છે. કપડાં પસંદ કરવામાં અને તેને ઘાટ શીવડાવવામાં આરોઅશાસ્ત્ર ઉપર લક આપવું જોઈએ કે જેથી શારીરના અવયવને વધવામાં બાધ ન આવે. કપડાંના રંગ, ઘાટ અને બીજી યોગ્યતા, પહેરનારનાં રૂપ અને દેહ ઘાટને અનુકુળ રાખવા તરફ લક્ષ રાખવું જોઈએ. જુદી જુદી જાતનાં કપડાંની બનાવટ અને કીંમત બરબર જાણવી જોઈએ, જેથી છંદગીની બીજી જરૂરીઆતના પ્રમાણમાં કપડાંને ખર્ચ થઈ શકે, અને ખર્ચન એક ચક્કસ અડસટ્ટે બાંધી શકાય. કપડાંને સાંધવાં, તથા રજુ કરવાં, સુનવું તથા સાફસુફ કરતાં પણ શીખવું જોઈએ. કારણ કે પહેરવાનાં કપડાંનું બબર જતન કરવામાં આવે નહિ તે વિના કારણને વધારે ખર્ચ થાય અને તે છતાં સંતોષ કે સગવડ જોઈએ તેવાં મળી શકે નહિ. કપાં જ્યારે વપરાશમાં ન હોય ત્યારે તેની કેવી રીતે સંભાળ લેવી તે જો બરાબર ધ્યાન પોંચાડવું હોય છે તો ઘણો લાંબે વખત તે ટકી શકે છે. કપડાં તરતાં, શીવતાં અને બરોબર બંધ બેસ્ત તૈયાર કરવાને માટે અભ્યાસની જરૂર છે. આ સર્વ હકીક્ત પહેરવાનાં કપડાં માટે થઈઘરમાં વપરાતી ચાદરો, ગલેફ, ટુવાલ, ગળણાં, સાફસુફ કરવાના કકડા, પડદા, બીછાનાં, ગરમ, સુતરાઉ એવાનાં, પથારીઓ વિગેરે સર્વ માટે ઉપર લખેલી હકીકત લક્ષમાં રાખવાની છે. આ વિષયનું શિક્ષણ લેવા માટે કપડાંની જત, ભાત, રંગ, તેની પસંદગી, શિવણ, સાંધવું, થીંગડાં મારવાં, સાદો કપડાંની બનાવટ, છોકરાંનાં કપä વિગેરે, ચાદર, ગલેફ વિગેરે તૈયાર કરવા, તેને નિશાનીઓ કરવી, કેર, ભરત, ગુંથણને ઉપયોગ એ સર્વને અપાસ અગત્યનો છે. ૧૨, બાળકની સંભાળ-ઘરની વ્યવસ્થામાં સર્વથી વધારે અગત્યને અને જેના ઉપર પુખ્ત વિચાર કરવાની જરૂર છે, તે બાળકોની સંભાળ, અને ઉછેર વિષય છે. આ વિષયમાં સ્ત્રી જાત માત્ર પોતાની જાતને કે કુટુંબને જ જવાબદાર નથી. પણ સમસ્ત જન સમાજની જવાબદાર છે. ઘરમાં વસનાર અને વિશેષ કરીને બાળકની માનસિક, નૈતિક અને શારીરિક ઉન્નતિ સંપૂર્ણતાથી થાય એ સહવાસ અને પરિસ્થિતિ ઉત્પન્ન કરવી એ જ ઘર અને તેમાં પળાતા નિયમે, અને પ્રસંગોને મુખ્ય ઉદ્દેશ છે. આ ઉતિમાં જે કાંઈ બાધ કત્તા હેય તે ગૃહસંસ્થાના કાર્યમાં બાધ થયો કહેવાય. જો તેમાં વધારે થાય તે મનુષ્ય જતિને લાભ થાય. આ કાર્ય સ્ત્રીઓને હસ્તક અનેક કારણોને લીધે રહેલું છે. આ કાર્યની ગંભીરતા જોઈને, તેમજ સામાન્ય રીતે હાની વયમાં તથા અનુભવ વગરની બાળાઓને માથે ઉછરતી ઉંમરનાં બાળકોની સંભાળની જવાબદારી રહેલી હોવાથી, આ મહાન જવાબદારી અદા કરવા માટે માત્ર માતાની કુદરતી ભાવના અથવા પ્રેરણશક્તિ ઉપર આધાર ન રાખતાં તેને માટે ખાસ માર્ગદર્શક સૂચનાઓ આપી હોય તે ઘણો લાભ થાય. ગર્ભાવસ્થામાં જે બાળકની સારી સાચવી ન થાય તે આગળ જતાં, તેની શારીરિક, માનસિક અને નૈતિક ખીલવણી ઘણી જ કુંઠિત થાય છે. પિતાની પરાધીન સ્થિતિ વખતે જે મનુષ્ય ઉપર તેને આધાર રાખે પડે છે, તેમના અનાન, અને બેદરકારીને લીધે આવું પરિણામ આવે છે, તેને લીધે આગળ જતાં તેને કાંઈ ઓછી આપ કે અગવડ ભોગવવી પડતી નથી. બીજાની સાથે તેની સ્પર્ધા

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38