________________
૨૧૬
બુદ્ધિપ્રભા.
છે. તેવા ઘરમાં રહેનારને નિયમમાં રહેતાં, સ્વરછતા સાચવતાં શીખવવાનું અઘરું નહિ લાગે. લગ્ન પ્રસંગે, વર્ષગાંઠ, દીવાળી, નવરાત્રી વિગેરે તહેવારને પ્રસંગે, કાંઈ ઉત્સવ, મેળાવડે, જમણવાર હોય ત્યારે ઘરને શણગારવાની આપણામાં રીત છે, તે તે વખતે કેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય તેની માહિતી જરૂની છે. રંગોળી, સાથી, તેર, ધજા, દીવા, બીછાનાં વિગેરે કેવી રીતે મૂક્યાથી સારું દેખાશે એની માહિતી આપવી જોઈએ અને તેને માટે વ્યવહારૂ સૂચનાઓ આપવી જોઇએ,
૩. ગૃહવ્યવસ્થા–ઘર ખર્ચને અભટ્ટ, ઉપજ પ્રમાણે ખર્ચ નીભાવવાની રીત, બજાર ભાવ શા છે તે જાણવાની જરૂર એ સર્વ વ્યવહારૂ કામ એગ્ય રીતે કરવા માટે શિક્ષણની જરૂર છે. ઘરમાં જે જે ચાલુ ખર્ચ હોય તે પ્રમાણે ઉપજના વિભાગ કરવા; પદ્ધતિ પ્રમાણે ઘર ખર્ચને હિસાબ રાખો અને લખવે. ઘરમાં વાપરવાની વસ્તુઓની પસંદગી કરવી, જૂદાં જુદાં કામની વહેચણી કરવી, ચાકર નોકરની સાથે કેવી વર્તણુક શખવી એ સર્વ વિષયની માહિતી પુસ્તકેદારો તેમજ વ્યવહારૂ સુચનાથી આપવી.
૪, ખારાક-રસે કુટુંબ માટે ક્યા રાક એગ્ય છે તે જે માલુમ પડે તે શરીરનું પિપણ બબર થાય. રેગ્ય ખેરાકને પરિણામે વિતવાન, તદુરસ્ત શરીર થાય, અને જીદગી પ્રક્ષિત રહે; અને બુદ્ધિ અને નીતિની ઉન્નતિ કરવાને માર્ગ સરલ થાય. દરેક સ્ત્રીને પિતાના કુટુંબ માટે પુષ્ટિકારક ખેરાક સંબંધી પ્રશ્ન હરહમેશ ઊભો થાય છે, અને ઘર વ્યવસ્થાના બીજ બધા પ્રશ્ન કરતાં એ ઘણું જ મુશ્કેલી ભરેલો છે; તેમજ જે રોગ્ય તાડ ન થાય તે હાનીકારક થઈ પડવાને સંભવ તેમાં રહે છે. ઘણીવાર તે આ બાબતની બેદરકારી જ જોવામાં આવે છે. કોઈ તેને વિચાર જ કરતું નથી. મનુષ્યની ભુખ પૂરી પાડવી એ જારી વાત છે, અને દરેક અવયવને પુષ્ટિ મળે તે ભિન્ન ભિન્ન પ્રકારને યોગ્ય ખોરાક આપવો એ જાદી વાત છે. ઉછરતાં છોકરાંને, તેમજ માંદો તથા વૃદ્ધ માણ સેના ખેરાકમાં આ બાબત પર લક્ષ આપવાની ઘણી જ અગત્ય છે; કારણે કે ખોરાકની સારી નરસી અસર તેમને તરત થાય છે. તે જેમને હસ્તક ગૃહુવવ્યવસ્થા હોય તેમણે ખેરાક સંબંધી જ્ઞાન–કો ખાસક પુષ્ટિકારક છે, તેની દરેક અવયવ ઉપર શી અસર થાય છે, એકંદર રીતે આખા કુટુંબના કલ્યાણમાં તેની કેટલી અસર થાય છે તે સર્વનું શાસ્ત્રીય અને વ્યવહારૂ જ્ઞાન મેળવવાની જરૂર છે.
વસ્તુતઃ પ્રશ્ન એ ઊભે થાય છે કે દરેક કુટુંબની મુંજાસ પ્રમાણે કેવા પ્રકારને ઉત્તમ પુષ્ટિકારક ખેરાક આપ જેણએઅર્થાત્ દરેક વ્યક્તિને જૂદા જૂદાં કાર્ય કરવાનાં હોય તેને યોગ્ય સ્વાદિષ્ટ, આંખને રૂચે તે, અને આર્થિક ગુંજસ પ્રમાણે, અમુક જગ્યામાં
રાક કેવી રીતે તૈયાર કરે એ પ્રશ્ન માટે થઈ પડે છે. આ વિષયનું માત્ર શાસ્ત્રીય જ્ઞાન બસ નથી.એટલાથી જ માત્ર કવિતવાન શરીર બંધાતાં નથી, પરંતુ શાસ્ત્રીય જ્ઞાનની સાથે વ્યવહાર સુચનાથી દરેક નિયમમાં રહેલો ઉદેશ જો સમજાય તે જ ખરે લાભ થવા સંભવ છે.
આ વિષયના બે વિભાગ કરવા પડશે. પ્રથમ-વિજ્ઞાન અથવા મૂળ નિયમે. બીજું–કળા, અથવા વ્યવહાર સૂચના. એમાં કેમીસ્ટી, બાયોલેજ, ફીઝીઓલોજી અને ડાએટીકસનું સંક્ષિપ્ત જ્ઞાન આવશ્યક છે.