________________
૨૪
બુદ્ધિપ્રભા.
બાદશાહના હુકમ પ્રમાણે જિતે લખવા માંડયું –
હમને શરમ ન થઈ કે આ કાગળ લખે? તું પિશાચી છે, શયતાની છે. તું મારીને લાયક છે નહિ. આજથી હને હાલ તે એકાન્ત કારાગૃહવાસની સજા ફરમાવવામાં આવે છે. હારે ગુન્હ કંઇ જે તે નથી. બીજી જ કેવી ફરમાવવી તે તે વિચાર હવે પછી થશે. જારીણીને વળા ક્ષમા કેવી, તેના ભાગ્યમાં હમારાં દર્શન શ”
- જિન્નત લખી રહી એટલે તેના ભાગ્યા મૂજબ બાદશાહે પિતાની વીંટી કઢાડી દીધી, જિન્નતે તેની મહેર હુકમની નીચે છાપ કાગળ રવાના કર્યો.
બાદશાહે લખાવ્યું હતું તે ઉપરાંત કેટલીક લીટીએ જિનતે અંદર વધારી હતી. હમારા વાંચકો માટે તે પણ નીચે ઉતારીએ છીએ અને તે ઝહર લઈ મહાતને તેજે. આ બેશરમીનું આળ માથે લઈ દુનીયામાં જીવવાની લાલસા રાખીશ નહિ. કાળુ કર !”
સ્ત્રી શિક્ષણ તથા ગૃષ્યવસ્થા. ગૃહરાજ્યમાં આર્થિક, વૈજ્ઞાનિક, નિતિક અને કળા સંબંધી તત્વોનો સમાવેશ થાય છે. ગૃહ એ કુટુંબને રહેવાનું સ્થળ, પ્રેમને આશ્રમ છે. મનુષ્ય જીવનને પવિત્ર આશ્રમ છે.
ઘરમાં છોકરાં ઉછેરાય છે. આજનાં સંતાન તે કાલનાં નાગરિક જન થશે.
સમાજનું પ્રથમ અંગે સ્ત્રી, અને તેનું બાળક હતું. કુટુંબમાં તથા ભિન્નભિન્ન જાતિમાં ચાલતી રૂઢિ અને કાયદા, તે આ અંગને સ્થાયી બનાવવાનો, તેમજ પુરૂષ-એટલે પિતાને કુટુંબ સાથે સંબંધ ધાઢતર કરવાને ઇતિહાસ છે,
હસ્ત્રી જાતિમાં ઉત્પાદક શક્તિ રહેલી છે. તે માતા તરીકેના કાર્યમાં પ્રત્યક્ષ થાય છે. સંતતિ ઉત્પન્ન કરવી, તેમને ઉછેરવી, ગૃહ અને ગૃહજીવનનું પિષણ કરવું એ આ શક્તિને પ્રત્યક્ષ આવિર્ભાવ છે. તેથી દરેક બાળાને-પછી ગમે તે સ્થિતિમાં તે હેય-ગૃહજીવનના કર્તવ્ય પ્રદેશમાં તેને ઉત્સાહ જાગૃત કરવાને તેમજ તેને રસિક બનાવવા માટે શિક્ષણ આપવું જોઈએ. અને જેમ જેમ આપણા જીવનની દષ્ટિ મર્યાદા વિશાળ થતી જાય તેમ તેમ આપણું મને ભાવના ઉત્તરોત્તર ઉંચી થતી જય, તેને અનુકૂળ શિક્ષણ લેવું જોઈએ. પરિણામે જીવનનું મહત્તવ, જીવનની સુંદરતાનું ભાન થાય. આજ જનસમૂહને આદર્શ હોવો જોઈએ–જ્ય આદર્શ નથી, ઉચ્ચ અભિલાષા નથી ત્યાં મનુષ્યની અધોગતિ થાય છે,
અનુભવથી જણાય છે કે ૧૪ થી ૧૬ વર્ષની બાળાઓને કેવા પ્રકારનું શિક્ષણ અપાવવું જોઈએ, તેને નિર્ણય થઈ શકશે નથી, પચાસ વર્ષ ઉપર આપણું જે સામાજીક સ્થિતિ હતી, તે આજે રહી નથી. બદલાએલી પરિસ્થિતિને અનુકૂળ શિક્ષણ પદ્ધતિ હોવી જોઇએ.
પદ્ધતિપૂર્વક ગૃહવ્યવસ્થાનું શિક્ષણ વ્યવહારમાં મૂકવાનું કામ કાંઈ ઘણું મુશ્કેલ નથી. એ કાંઈ ખોટ તુરંગ નથી. સમાજના ઉત્કર્ષમાં અતિ મહત્વનું સાધન છે.
• આ લેખ બુદ્ધિપ્રકાશમાંથી લીધેલું છે. તે લખનાર સે. શારદા છે. સ્ત્રીઓનાં કર્તવ્ય . પરત્વે તે ધણજ સારું અજવાળું પાડે છે તેથી તેને અવે સ્થાન આપવામાં આવ્યું છે. સા. શારદાના આવી રીતના સ્તુત્ય પ્રયાસને માટે તેમને ઘણે ધન્યવાદ ઘટે છે.
સપાહફ.