Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ પ્રેમઘેલા પ્રવાસીનું જીવન. કરી શકું તે ફરી એવો લાગ મળવો મુશ્કેલ છે. પણ બાદશાહના નામને કાગળ છે, તે તેમને સંભળાવે તે પડશે. જિન્નતે બાદશાહ તરફ નઝર કરી તે શાહુઝવાન એક પડખે સૂતા સૂતા કઇ સુખ સ્વમ જોતા હતા. હિંદુસ્તાનને બાદશાહ અર્ધી સીચેલી આંખે દિલ્લીને મહેલ છોડીને, બહેdી હરીઓની ખ્યાબી સહિતનતમાં ચેન ઉડાવતો હતો. જિન્નત બેગમ ધણેજ ધીમેથી બાદશાહની પાસે જઈ ધીરે ધીરે બોલવા લાગી “યારે શાહ! એક ચિઠ્ઠી આવી છે.” બાદશાહે એકવાર નઝર ફેરવી, અને ગંભીર અવાજે સવાલ કર્યો. “કોને કાગળ આવ્યો છે? બસ્તમાંથી કોઈ હરીનું ખત છે કે તેમાં?” જિન્નત જરા હસીને બોલીઃ “અહેસ્તની તે ફુરી નથી. આ લોકની છે. બેગમ સેલીમાએ ચિઠ્ઠી ભેજી છે.” બાદશાહે એટલી વારમાં તે આંખે બીડી લીધી. જિનતે ફરી કહેવા માંડયું; “જહાંપનાહ ! કાગળ ઘણીજ જરૂરી છે. હુકમ થાય તે ઘણું જ સારું !” બાદશાહે કરીને સવાલ કર્યો _“કોને કાગળ છે જિન્નત?” જિન્નતિ જવાબ દીધે –“ સેલમા બેગમને.” સેલીમાનું નામ સાંભળી બાદરાહના મોં પર તિરસ્કાર અને અભાવનાં સ્પષ્ટ ચિડે તરવા માંડયાં. તેમણે હુકમ કા–એ શયતાનીનું હું હે જેવા પણ ચાહત નથી!” જિજત બેગમને તે એટલું જ જોઈતું હતું. તે બેલી –"ત્યારે તે વાંચી સંભળાવુંકિબલે આલમ?” બાદશાહે કહ્યું—“વાંચી સંભળાવવાની કશી જરૂર નથી. તે શું લખે છે, તે ટુંકામાં જિનતે કહ્યું –“એ તે એમ લખે છે કે જ્યારે એનાં નસીબ આમ ફૂટી ગયાં છે ત્યારે તે એને છોડી મૂકવી જોઈએ છે.” કાગળમાં એ વાત હતી જ નહિ. જિન્નત : કેવી ઝેરીલી ? પિશાચી ! જિન્નત પિશાચી ! ખરેખર શયતાની ! બાદશાહ મહામહેનતે આંખ ઉઘાડીને ભવાં ચઢાવી બેલ્યાઃ “નાપાકને હજૂય ભાન નથી આવ્યું? એને તે છોડી દેવાની હોય ? ગીધ અને કુકર ફાડી ખાય ત્યાં રાખવાની હોય? ક્યાં છે ખબર તેની?” જિનત બેગમ હાથ જોડીને બોલી:–“શહેનશાહ ! આપ દુનીયાના માલિક છે. એ એક સાધારણ ઓરત છે, એક નજીવે જીવ કહેવાય. એના ઉપર આટલે બધે ગુસ્સે. ઘટે? તે આપના ગુસ્સાને પાત્ર પણ છે? જવા દો એને. ફાંસી દેવાથી તો આપનું મોટું નામ ઝાંખુ પડશે.” જિન્નત મનમાં મનમાં સમજતી હતી કે મહેઓ આવા આવા બે ચાર માખણીયા બેલ બૅલવાથી, બાદશાહનો ગુસ્સો વધશે, અને તેની મનોકામના આખરે પાર પડશે, અને થયું પણ તેમજ. બાદશાહે કહ્યું –“જિન્નત બિબિ ! મહારે કંઈ પણ વાત સાંભળવી નથી. હું કહું છું તે મુજબ એને જવાબ લખી આપે.”

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38