Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા. છવ અને સ્વામીવત્સલ કર્યાં, અને જૈનશાસનની ઉન્નતિ નિયંત ત્રણૢ ધન ખર્ચાયું. તથા એ શિષ્યને દીક્ષા આપી, ને નવસારીની યાત્રા ફરી. ૨૦૦ નવાનગરના સંધના આગ્રહથી આચાર્યે ત્યાં જવાને માટે આજ્ઞા કરી, તેથી સુરતથી નવાનગર જવાના વિહાર કર્યા. અને ખંભાત આવ્યા. ત્યાં ઘણા જિનમદિર શ્રી-નેશ્વર ભગવતનાં દર્શન કયાં; અને એક શિષ્યને દીક્ષા આપી. ખંભાતથી અમદાવાદ, ભાવનગર, શ્રી વિમળાચળ, ગીરનાર વિગેરેની યાત્રા કરી નવાનગર પધાર્યા. ત્યાં પણ ઉપધાન વદ્યુતની ક્રિયા કરાવી ભાળ પહેરાવી. ચોમાસુ ઉતરે ત્યાંથી વિહાર કરી સુધનપુર પધાર્યા. ત્યાં વ્યાખ્યાનમાં ભગવતિસ્ત્ર વાંચતા. રાધનપુરમાં ઊતાવર્ગ વિદ્વાન હોવાથી ધણી સમ વાતની ચર્ચા થતી હતી. ત્યાં પણ ઉપધાન વહનની ક્રિયા કરાવીને માળા પહેરાવી. રાધનપુરથી સધ નીકળ્યેા તેની સાથે પન્યાસજી પધાર્યો. તે સધ શ્રી સપ્તેશ્વરજી તથા શ્રીસિદ્ધક્ષેત્ર, નવાનગર, ગીરનાર વિગેરે માત્રા કરી પુનઃ ભાવનગર પધાર્યા. ત્યાં વ્યાખ્યાનમાં સૂયગડોંગ સુત્ર સટીક વાંચતા. ત્યાં પશુ ઉપધાન વનની ક્રિયા કરાવી ભાળ પહેરાવી, તે ત્યાંથી ખંભાત આવ્યા. ત્યાં નવીન મે શિષ્યને દીક્ષા આપી, ત્યાંથી રાજનગર થઇ સુરત પધાર્યાં. દરમ્યાન ધણા શિષ્યો કર્યાં. સુરતમાં બે ચેાઞાસાં કર્યો. આચાર્યના સુરતથી બુરાનપુર જ વાના આદેશ આવ્યા, પશુ પન્યાસની ધૃદ્ધાવસ્થા થવાથી તે તરફ વિહાર થઈ શકે તેમ નહતું, તેથી ત્યાં પેાતાના શિષ્યને માકલ્યા. ચાંપાનેરથી શેઠ કમળા નામના ગૃહસ્થ પાતાને ગામ ચોમાસું કરવાને વિનંતી કરવા આવ્યા. ઘણી વિનતી કરી, તેથી ચાંપાનેર ચોમાસું કર્યું. ત્યાં પણ ઉપધાન વહનની ક્રિયા કરાવીને માળા પહેરાવવાની ક્રિયા કરી. ચાંપાનેરથી વિહાર કરી લીંબડી પધાર્યાં, ને ત્યાં છે ચામામાં કર્યા. ત્યાં પશુ ઉપધાન વહનની ક્રિયા કરાવીને માળા પહેરાવી. લીંબડીથી પાલીતણે પધાર્યા. ત્યાં બરાનપુર મેકક્ષેલ શિષ્ય પદ્મવિજયજી આવી મળ્યા. ત્યાં પ્રતિષ્ટા હાવ થયા ને પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી પાટણ ચોમાસું કરવા પધાયા. ત્યાં પણ ઉપધાન વહનની ક્રિયા કરાવી ને રાધનપુર પધાર્યાં, રાધનપુરમાં છે ગામાસાં કયો. તે દરમ્યાનમાં તારાદ કચરા સંબંધ સહિત આમુજી તાર ગાજી તથા શ્રી શ્રખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આવ્યા, અને સાગામે પ્રભુજી મ’ગાવીને જીનખિ'બની પ્રતિષ્ટ કરાવવા વિનંતી કરી તેથી પોતે ત્યાં ગયા. ત્યાંથી તે પ્રતિષ્ઠાનું કામ કરી સિદ્ધપુર થઇ પાદરે પધાર્યા. ત્યાં અતિશય વર્ષાદ થવાથી ચોમાસુ કર્યું. આ ચોમાસામાં વાદરાના શેડ મુલચંદ હરખા પાદરે ચામાસુ કરવા આવ્યા હતા. ચેમાસુ ઉતરે ભાઇ જઈ શ્રીલેાઢણુ પાર્શ્વનાથનાં દર્શન કર્યો. ત્યાં વિહાર ઝી સુરત પધાર્યા. સુરતમાં તેઓશ્રીના શુભાઇ પન્યાસ ખુશાલવિજયજી પોતાના શિષ્ય પરિવાર સાથે હતા. તે પાર્ત પણ પેાતાના શિષ્ય પરિવાર સાથે તેમની સાથેજ ચામાસું કર્યું. આ ચોમાસામાં પન્યાસજીને આંખનું દરદ થયું. દવાથી કંઇ ફાયદા થયા નહિ. એક વૈધે તેમને આરામ કરવાને ઘણી મહેનત કરી, પણુ ભાવિાવ ભળવાન ઢાય ત્યાં દવા શું કરે ? આંખને ખેડ આવી. ચામાસુ ઉતરે તેઓશ્રી અમદાવાદ પધાર્યા, મૈં ત્યાં યામાસું કર્યું. આંખે ખાડ આવી. છતાં નાન, ધ્યાન અને શાસ્ત્રાક્ત ક્રિયા કરવામાં લગાર પણ પ્રમાદ સેવતા નહિં.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38