Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ અનંત જીવન, *અનંત ગોવન. શ્રીમદ્ આનંદઘનજી ઉપરથી (અંક ૫ માના પૃષ્ઠ ૧૫૬ થી અનુસંધાન.) ૩પવા, फल विसंवाद जेहमां नहि, शब्दते अर्थ संबंधीरे; सकल नयवाद व्यापी रह्यो, ते शिव साधन संघिरे. જે મહાપુરૂષ છે. ગુરૂના નામને સાર્થક કરનાર છે. તેઓનાં વચન હમેશાં પ્રમાણ હોય છે. તેમાં કોઈ પણ જાતના ફળને સંદેહ થતું નથી. વિજળીના ચમકારાની પેઠે તેમજ બાણની પેઠે તેમનાં વચને હદયના ગાઢ પ્રદેશમાં સંચાર કરી અસર કરે છે અને વિચાર મુજબ હૃદયને તન્મય બનાવે છે. તેમનું એક પણ વચન ખાલી જતું નથી તેમ નય પ્રમાણે આદિ. એ કરીને યુક્ત તે હોય છે. અને હમેશાં તે મેક્ષ સંપાદન કરવામાં સાધનભૂત હૈયે છે કારણ કે તેઓ પરમશ્રત હોય છે. અપૂર્વ વાણુધારક છે. સ્વછંદ, મત કદાગ્રહથી રહિત હોય છે, સમદર્શિતા અને નિજામાનંદમાં રત હોય છે એટલે બહુધા તેમનું વચન નિઃસ્વાર્થી હોવાથી પ્રમાણ જ હોય છે. દુધમાં જેમ સ્યામતા સંભવે નહિ તેમ સદ્દગુરૂના વચનમાં તેમજ તેના ફળની પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારની શંકા હોતી નથી. વળી તેઓએ જે શબ્દો જ્યા હોય તે હમેશાં પ્રોજન પુરતા અને અર્થસૂચકજ હોય છે માટે અનંત જીવન પ્રાપ્ત કરનારે સર ઉપદેશ ઉપર સંપૂર્ણ અને સચોટ શ્રદ્ધા રાખવી જોઇએ. आत्म साक्षात्कार. विधि प्रतिषेध करी आत्मा, पदारथ अविरोधरे; ग्रहण विधि महाजने परिग्रह्यो, इस्यो आगमे वोधरे. ગુરૂએ બતાવેલ માર્ગ ધ્યાન, તપ, સંયમ, સસંગાદિ ક્રિયા કરવાવડે પોતાના આત્માનો બંધ થાય તે ક્રિયાને અહિયાં વિધિ કહેવામાં આવે છે અને ક્રોધ, માન, માયા અને લેબ અને અસત્સંગાદિ સમસ્ત પુગલને અનુસરતી ક્રિયા, રાગ, દેવ, ઇચ્છા, તૃષ્ણા વિગે. રે આત્મપ્રાપ્તિમાં પ્રતિધરૂપ કહેવામાં આવે છે એટલે પ્રથમની વિધિની ક્રિયા કરવી અને પ્રતિષેધનો ત્યાગ કરે, આમ કરીને આ પ્રાપ્તિ વા આત્મ સાક્ષાત્કાર અથવા મુક્તતા પ્રાપ્ત કરી લેવી. અનાદિથી આત્મસ્વરૂપ કર્મોના આવરણથી પુછન્નપણાને પામેલું હોવાને લીધે બેવાએલા જેવું હતું તેને ગ્રહણ કરવું એજ માત્ર કર્તવ્ય છે. આગમમાં પણ આજ પ્રમાણે કહ્યું છે અને મેટા સાધુ સંતે એ પણ એ આમાના સાક્ષાત્કારરૂપ આત્મગ્રહણ આ પ્રમાણે વિધિ અને પ્રતિષેધ કરીનેજ કરેલ છે. માટે જે અનંત જીવનના પિપાસુ છે, તેમણે વિધિ અને પ્રતિષેધ કરીને નિજામ સ્વરૂપને સાક્ષાત્કાર કરે. આ સરૂની પ્રાપ્તિ વિના બની શકતું નથી. • સદૂગત ઝવેરી માણેકલાલ ઘેલાભાઇએ આનદવન વીશીના કરેલા વિવેચનમાંથી અને કેટલોક ભાગ આલેખવામાં આવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38