Book Title: Buddhiprabha 1913 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ ૧૫૦ બુદ્ધિશભા. સાથે દેવ-દ-કલેથ થવાનો સંભવ રહે છે. સંબંધમાં આવનાર મનુષ્યને, પશુઓને અને પંખીઓને ખમાવવાની જરૂર છે. આપણું જીવન ઉચ્ચ કરવાને ક્ષમાપનારૂપ નિસરણી ઉપર ચઢવાની જરૂર છે. શ્રી મહાવીર પ્રભુએ ચંડાશયા સર્ષપર જેવી દષ્ટિ ધારી હતી તેવી દષ્ટિ ધારણ કરવાને ઉચ્ચ ક્ષમાની આવશ્યકતા છે, સામર્થ્ય છતાં અપરાધી છવાના ગુન્હાએની માફી આપવી એ ઉત્તમ ક્ષમાપના કહેવાય. ગંભીરતાને ત્યાગ કરીને તુચ્છતા ધારણ કરવાથી અનેક મનુષ્યનાં દીલ દુખાવ્યાં હોય તેની પણ પરમાત્માની સાક્ષીએ મા માગ વાની જરૂર છે. સાગરની પેઠે ગંભીર રહીને અન્યના ભાવપ્રાણનું રક્ષણ કરનાર ઉત્તમ મનની ક્ષમાના ઇછક થવું જોઈએ. ધર્મબંધે હારા આત્માને પવિત્ર કરવા માપના ભાગે વાળ. જ્યાં સુધી મન-વાણી અને કાયાને દુરૂપયોગ થાય છે ત્યાં સુધી અનેક જીવોને દુઃખી કરવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે. આપણા મિત્રોની સાથે, આપણું ગુજનાની સાથે, આપણું સ્નેહીઓની સાથે અને આપણા પ્રતિપક્ષીઓની સાથે પણ માથી વતીને તેઓના આમાનું શ્રેયઃ ઈચ્છવા પ્રયત્ન કરો. ધર્મબંધો સારીરિક ઉન્નતિના કરતાં આમિકોનતિ કરનાર ક્ષમાપનાને હૃદયમાં ધારણ કરવી જોઈએ. ગુણ સ્થાનકની ભૂમિ પર ચઢવા માટે ક્ષમાપનાનું બળ પ્રાપ્ત કર્યા વિના છૂટા થવાના નથી. કોઈ પણ ન માં વિના મુક્ત થયો નથી અને થવાનો નથી. આપણે હૃદયથી ક્ષમા કરવી જોઈએ. જેની સાથે શુદ્ધ પ્રેમ છે તેની સાથે તે માઝા જેવું વર્તન રહે છે પણ જેઓએ આપણા માર્ગમાં કાંટાઓ વેર્યા હોય છે અને જેઓ દુર્જનોની રીત ધારણ કરે છે તેઓના આત્માઓને ખરી રીતે ક્ષમા આપવાની જરૂર છે. ધર્મબંધુમણે! આ માર્ગ પર ચાલવું એમાંજ તારી આત્માની ઉન્નતિ સમાયેલી છે. આપણા આત્માને સદાકાલ આવી ક્ષમાપનાન રીતિથી ઉચ્ચ કરવા પ્રયત્ન કરવો જોઇએ. માતાની જેમ પિતાના સંતાનેપર જેવી ક્ષમાદષ્ટિ રહે છે તેવી સર્વ છવા ઉપર આપણી ક્ષમાદષ્ટિ રહેવી જોઈએ. આપણે ખરા અંતઃકરણથી ક્ષમા આપવાની ટેવને આ ચારમાં મુકવી જોઈએ. ક્ષમાપનાના વિચારોને આચારમાં મુકાયા વિના ઇચ્છિત ફળની સિદ્ધિ થતી નથી. આપણા મનમાં વેર ઝેરના વિચાર કરવાથી મનની મલીનના વધતી જાય છે અને અને પરિણામ એ આવે છે કે અશુભ વિચારોના વશમાં પડેલો આત્મા પિતાની સ્વાભાવિક શાનિતથી પરાભુખ થાય છે. મનમાંથી વેર ઝેરના કુવિચારો કાઢી નાખવાથી પિતાને આત્મા જ પોતાને શક્તિ આપવા સમર્થ થાય છે. આપણું મનની આગળ જે અપરાધી વ્યક્તિ ખડી થતી હોય તેઓને ક્ષમા આપીને પિતાના આત્માની ઉચ્ચતા કરવી જોઈએ. મનુષ્યના બાહ્ય જીવન અને અન્તરિક જીવનને તપાસીને તેઓને ગુણાનુરાગ દષ્ટિથી અવલકવા નઈએ અને તેઓના અપરાધાને ખમવા જોઈએ. જે મનુષ્ય ખમે છે તે મહાન છે અને જે મનુષ્ય ખમતે નથી તે મહાન થતો નથી. છવાને ખમાવવાથી મનના આમળા ટળી જાય છે અને શારદીય સરોવરની પેઠે મનની નિમલતા થાય છે. જે મનુષ્યમાં મા ગુણ ઉત્પન્ન થાય છે તે મનુષ્ય પોતાના આત્માની ખરેખરી ઉન્નતિ કરી શકે છે અને દર્શનીના શાસ્ત્રમાં પણ માને ધારણ કરનાર પ્રભુને ખરેખરો ભક્ત બની શકે છે એવા ઘણુ પુરાવાઓ મળી આવે છે. અન્યોના અપરાધે પ્રમવામાં આત્મભોગ આપવો પડે છે અને ઉશ્કેરાયલી વૃત્તિને શાન્ત કરવી પડે છે. બાહ્યભાવમાં પરિણમતા એવા આત્મબળને પોતાના સ્વભાવે પરિણામવું પડે છે. અશુભ વિચાને પરિહાર કરીને શુભ વિચાર કરવા પડે છે. વરના બદલાને ત્યાગ કરીને કરૂણા દ્રષ્ટિPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36